માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં બે વર્ષનું બાળક આઠમા માળેથી નીચે પટકાતા નીપજ્યું કરુણ મોત- જુઓ CCTV વિડીયો

સુરત(Surat): શહેરના કતારગામ(Katargam) વિસ્તારમાં કાળજું કંપાવી નાખે એવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગઈ કાલે લક્ષ્મી રેસિડેન્સી(Lakshmi Residency)ના આઠમા માળેથી બે વર્ષનું બાળક નીચે પટકાયું હતું અને બાળકનું કરુણ મોત(Tragic death of a child) નીપજ્યું હતું. રમતાં રમતાં બાળક નીચે પટકાવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે, જેમાં તમે જોઈ શકો છો કે, ફ્લેટના આગળના ભાગમાં બાળક ગ્રિલ પાસે રમતું જોવા મળી રહ્યું છે અને આ દરમિયાન તે રમતમને રમતમાં નીચે પટકાયું. આ ઘટના તમામ માતા-પિતા અને પરિવારજનો માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળે ફ્લેટના આગળના ભાગમાં એક બાળક રમી રહ્યો હતો. આ રમતમાંને રમતમાં તે ગ્રિલ પર ચડ્યો અને રમતાં રમતાં નીચે જોઈ રહ્યો હતો. તે સમય દરમિયાન તેણે શારીરિક સંતુલન ગુમાવ્યું હતું અને તે ગ્રીલમાંથી સરકીને નીચે પટકાયો હતો જેને લીધે તેનું કરુણ મોત નીપજ્યું હતું. CCTVમાં કેદ થયેલા આ દૃશ્યોમાં બાળક જ્યારે આગળના ભાગે આવેલી ગ્રિલ પકડી ઉપર ચઢી રમી રહ્યો હતો, ત્યારે પરિવારનું કોઈ સભ્ય તેની આસપાસ દેખરેખ રાખતું હોય તેવું દેખાઈ રહ્યું નથી.

નોંધનીય છે કે, મહદંશે શહેરોમાં ઊંચા એપાર્ટમેન્ટ્સમાં આ પ્રકારની ગ્રિલ ગેલરીમાં અને ફ્લેટના આગના ભાગમાં આપણને જોવા મળતી હોય છે. ત્યારે આવા સમયે ઘરમાં નાનાં બાળકો હોય તો સુરત શહેરમાં બનેલી આ ઘટના તમામ માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે. કારણ કે એક નાનીસરખી બેદરકારી માસુમ બાળકનો જીવ લઈ શકે છે. ગ્રિલ કે આગળના ભાગમાં કે ગેલરીમાં જો બાળક પડી શકે એવી જગ્યા હોય તો રમતાં રમતાં આ ગંભીર ઘટના બની શકે છે, જેથી ઘરમાં નાના બાળકો હોય તો ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આ પ્રકારની સ્થિતિમાં બાળકને એકલું રમવા માટે છોડવું એટલે પોતાનું બાળક ગુમાવવું અને જો આજુ બાજુમાં બાળક નીચે પડી જાય તેવી જગ્યા હોય તો તે જગ્યાને બંધ રાખવી અથવા તો ત્યાં કઈક બાંધી દેવું જેથી બાળકનો જીવ જોખમમાં ન મુકાઇ.

એક નાનકડી બેદરકારી જીવનભર માટે દુઃખ બની જાય છે, જેથી બાળકો રમતા હોય ત્યારે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકનું ધ્યાન રાખવું એ માતા પિતા અને પરિવારજનોનો અત્યંત મહત્વની જવાબદારી છે. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાંની સાથે જ કતારગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *