એક દંપતીનું નસીબ ચમક્યું જ્યારે તેઓ તેમના ઘરનું સમારકામ કરાવી રહ્યા હતા. વાસ્તવમાં, તેમને રસોડાના ફ્લોર નીચેથી 264 સોનાના સિક્કા મળ્યા. મોટાભાગના સિક્કા લગભગ 300 વર્ષ જૂના હતા. તાજેતરમાં, આ દંપતીએ એક હરાજીમાં સાત કરોડ રૂપિયામાં આ એન્ટિક સિક્કા વેચ્યા અને એક જ ક્ષણમાં કરોડપતિ બની ગયા.
આ મામલો યુકેના યોર્કશાયરનો છે, જ્યાં એલરબી ગામમાં રહેતા એક યુગલને 3 વર્ષ પહેલા રસોડાના ફ્લોર નીચેથી 264 સોનાના સિક્કા મળ્યા હતા. આ સિક્કા રાજા જેમ્સના શાસનકાળના છે. આ દંપતીએ તાજેતરમાં હરાજીમાં આ સિક્કાઓ £755,000 (રૂ.6 કરોડ 92 લાખ)માં વેચ્યા છે.
‘ડેઇલી મેઇલ’ અનુસાર, જોસેફ ફાર્નલી અને તેની પત્ની સારાહ મીસ્ટર 18મી સદીમાં બનેલા ઘરમાં રહેતા હતા. વર્ષ 2019માં તે પોતાના રસોડાને રિપેર કરાવી રહ્યો હતો. ત્યારે તેમને રસોડાના કોંક્રીટ ફ્લોરની નીચેથી સેંકડો સોનાના સિક્કા મળ્યા, જેમાંથી કેટલાક 400 વર્ષથી વધુ જૂના હતા.
તેમના પરિવારના સભ્યો લોખંડ, લાકડા અને કોલસાનો વ્યવસાય કરે છે. પરિવારમાં સંસદસભ્ય પણ રહી ચૂક્યા છે. તે જ વર્ષે, જોસેફ અને સારાહની જોડીએ નક્કી કર્યું કે તેઓ હરાજીમાં સોનાના સિક્કાનો સમાવેશ કરશે. જે બાદ આ સિક્કાઓ લંડનમાં એક હરાજી કરનારને લગભગ સાત કરોડમાં વેચવામાં આવ્યા હતા. આટલી મોટી રકમ મળવા પર દંપતીને વિશ્વાસ ન હતો કે સિક્કા આટલા મોંઘા વેચવામાં આવશે. જ્યારે સિક્કા દેખાવમાં ખૂબ જ સાદા હતા. નિષ્ણાતોના મતે, આ સિક્કા ખૂબ જૂના અને દુર્લભ છે, જેના કારણે તેની કિંમત વધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.