માથા ફરેલ શિક્ષણજગત- આદિવાસીના વિદ્યાર્થીઓને ખબર પણ નથી કે… ઓનલાઈન શિક્ષણ શું હોય? ઝાડ પર બેસીને કરે છે અભ્યાસ 

કોરોના કાળમાં છેલ્લા દોઢ વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. જોકે ડાંગ રાજ્યના નીચાણ અને આદિવાસી વિસ્તારના બાળકો માટે ઓનલાઈન શિક્ષણ હજુ સમજી શક્યા નથી.

જોવા જઈએ તો શિક્ષણ સરસ્વતીના મંદિર એટલે કે શાળામાં બેસીને લેવું. પરંતુ ડાંગમાં એવું નથી ત્યાંના વિદ્યાર્થીઓ ઝાડ કે છાપરા પર બેસીને શિક્ષણ લેવા મજબૂર બન્યા છે. કોરોના કાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણ થતા ડાંગ વિસ્તારના બાળકો માટે શિક્ષણ વધુ મુશ્કેલ બની ગયુ છે. સુબિર વઘઈ અને આહવા તાલુકાના ગામોમાં મોબાઈલ નેટવર્કથી હજારો વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે.

વિદ્યાર્થીઓ મોબાઈલ નેટવર્ક મેળવવા ગામથી દૂર જંગલની વચ્ચે ખેતરમાં પહોંચી જાય છે અને કલાકો સુધી ખુલ્લા આકાશમાં ઓનલાઈન શિક્ષણ મેળવે છે. એટલું જ નહી મોટા ભાગના વિદ્યાર્થીઓ જીવના જોખમેં ઘરના છાપરા પર કે મોટા ઝાડ પર ચડીને બેસી જાય છે. અને શિક્ષણ મેળવવાનો પ્રયાસ કરે છે.

આદિવાસી વિસ્તારમાં નેટવર્કના અભાવે શિક્ષણ પૂરતુ મેળવી શકતા નથી. આપણે ગામડા ગામડા સુધી મોબાઈલની સુવિધા પહોંચાડી પરંતુ તેની નેટવર્કની સમસ્યા તો છે જ. તંત્ર આ સમસ્યા જયારે ઉકેલે તો બાળકો પૂરતુ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *