7 વર્ષની દીકરીએ આપી શહીદ પિતાને મુખાગ્નિ, પિતાને છેલ્લી વાર સ્પર્શ કરતી દીકરીને જોઈ સૌ કોઈ ધ્રૂજી ઊઠ્યા

ઝુંઝુનુ જિલ્લાના ઉદયપુરવતીના શહીદ સૈનિક જયસિંહના અંતિમ સંસ્કાર શુક્રવારે કરવામાં આવ્યા હતા. બપોરે 2.30 કલાકે જવાનની 7 વર્ષની દીકરીએ પિતાના મૃતદેહને અગ્નિદાહ આપ્યો અને પિતાના કપાળે ચુંબન કર્યું, આ દ્રશ્યો જોઇને ત્યાં હાજર લોકોના આંસુ છલકાઈ ગયા હતા. માત્ર 11 મહિનામાં પોતાના બે સૈનિક પુત્રોને ગુમાવનાર ખેડૂત તારાચંદ પર દુ:ખના પહાડ સમાન હતા.

અંતિમ સંસ્કાર પહેલા સેના અધિકારીએ શહીદ જયસિંહની 7 વર્ષની પુત્રીને તિરંગો સોંપ્યો હતો. પુત્રી સાથે પતિને મળવા આવેલી વીરાંગના સોનુની પણ હાલત ખરાબ હતી. તેણે કહ્યું કે તે તેની પુત્રીને પણ ઓફિસર બનાવશે. રાજ્યમંત્રી રાજેન્દ્ર ગુડા પણ શહીદ જયસિંહને અંતિમ સલામી આપવા પહોંચ્યા હતા.

વહેલી સવારે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા સવારે 9.30 કલાકે ગુડાગૌડજીથી શહીદના વતન ગામ દુદિયાન જવા નીકળી હતી. શારીરિક તાલીમ દરમિયાન જયસિંહને બેંગ્લોરમાં હાર્ટ એટેક આવ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં જિલ્લાભરમાંથી બાળકો, વડીલો, મહિલાઓ અને યુવાનોએ ભાગ લીધો હતો. જયસિંહ અમર રહે.., ભારત માતા કી જયના ​​નારાથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

જ્યારે શહીદના પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચ્યો ત્યારે ત્યાં ચીસાચીસ થઇ ગઈ હતી. દરેક ગામમાં શોકનો માહોલ હતો. એક પરિવારે પોતાના પુત્રનું બલિદાન આપ્યું છે અને બીજા પરિવારે પોતાના જમાઈનું દેશ માટે બલિદાન આપ્યું છે. બંને શહીદોની પત્નીઓ સગી બહેનો છે.

પિતા જ્યારે પુત્રના મૃતદેહના અંતિમ દર્શન માટે પહોંચ્યા ત્યારે તેમની આંખોમાંથી પણ આંસુ સરી પડ્યા હતા. પત્ની સોનુ પણ બેભાન થઈ ગઈ. શહીદની માસૂમ દીકરીને પિતાના અંતિમ દર્શન માટે લાવવામાં આવી ત્યારે ત્યાં હાજર સેંકડો લોકોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી અને દીકરીને પિતાના ગાલને છેલ્લી વાર સ્પર્શ કરતી જોઈ સૌ કોઈ ધ્રૂજી ઊઠ્યા હતા. શહીદના અંતિમ સંસ્કાર ગામમાં જ સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા.

બંને ભાઈઓએ 2013માં લગ્ન કર્યા હતા, બંને શહીદ થયા
શહીદ જયસિંહ અને તેના નાના ભાઈ પિન્ટુ કુમારના લગ્ન 2013માં કિથાણાના રહેવાસીઓ સોનુ અને વર્ષા સાથે થયા હતા. જયસિંહનો નાનો ભાઈ પિન્ટુ કુમાર એપ્રિલ 2021માં આગરામાં લશ્કરી કવાયત દરમિયાન ઘાયલ થયા અને નવેમ્બર 2021માં શહીદ થયા હતા. મોટા પુત્રનો મૃતદેહ તિરંગામાં લપેટાયેલો હોવાનું પરિવારજનો દુઃખ પણ દૂર કરી શક્યા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *