ટ્રીપલ મર્ડર- ઘર માંથી મળી પતિ-પત્ની સહીત નોકરાણીની લાશ, હત્યારું બીજું કોઈ નહિ પરંતુ…

એકસાથે 3 લોકોની હત્યાનો મામલો સામે આવ્યો છે. અહેવાલ મુજબ પોલીસને એક ઘરમાંથી પતિ-પત્ની અને નોકરાણીની લાશ મળી છે. કહેવામાં આવ્યું હતું કે ઘરના માલિક સમીર આહુજા અને તેની પત્ની શાલુ અને તેની નોકરાણી સપનાની હત્યા કરવામાં આવી છે. પોલીસ આ ઘટના પાછળના કારણોની તપાસ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં સચિન (19) અને સુજીત (21) નામના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, પોલીસે જણાવ્યું કે 1 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ હરિનગર પોલીસ સ્ટેશનમાં એક ફોન આવ્યો હતો, જેમાં એક ઘરમાં ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. બંને મહિલાઓના મૃતદેહ કાવ્યા બ્યુટી સલૂનના ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા. આ સલૂન શાલુ ચલાવતી હતી. જ્યારે સમીરની લાશ પહેલા માળેથી મળી આવી હતી.

રિપોર્ટ અનુસાર, બંને મહિલાઓની ગરદન પરના ઘા જોઈને લાગે છે કે તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે આ ઘટના બની, તે સમયે એક 3 વર્ષની બાળકી બીજા રૂમમાં સૂતી હતી. બાળકી સલામત છે. રિપોર્ટ અનુસાર, ઘરમાં કામ કરતો આસિસ્ટન્ટ સવારે લગભગ 8 વાગે ત્યાં આવ્યો હતો. આ પછી લગભગ 9 વાગે તેનો ડ્રાઈવર આવ્યો, જેણે જોયું કે ઘરમાં તોડફોડ થઈ રહી છે. આ પછી મામલો પ્રકાશમાં આવતા તેણે પોલીસને બોલાવી.

પોલીસે તપાસ માટે અનેક ટીમો બનાવી છે. તેમની પાસેથી સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. ફૂટેજમાં જોવા મળે છે કે સવારે 8 વાગ્યાની આસપાસ બે હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ 9 વાગ્યાની આસપાસ પાછા જતા પણ જોવા મળે છે.

કારણ શું હતું?
ખરેખર, મૃતક શાલુ બ્યુટી પાર્લર ચલાવતી હતી. તેણે હત્યાના મુખ્ય આરોપી અને તેની મહિલા મિત્રને લગભગ 10 દિવસ પહેલા કાઢી મુક્યા હતા. આરોપ છે કે શાલુએ બંને સાથે ગેરવર્તણૂક પણ કરી, જેનો બદલો લેવા માટે બંનેએ પોતાના સહયોગીઓ સાથે મળીને કાવતરું ઘડ્યું. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં બે આરોપી સચિન (19) અને સુજીત (21)ની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીઓ હાલમાં પોલીસ પકડની બહાર છે. જેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *