PM મોદીની હાજરીમાં જ મંત્રીએ સ્ટેજ પર કર્યું મહિલા સાથે ન કરવાનું કામ, જુઓ વિડીયો

ત્રિપુરાના એક મંત્રી સાર્વજનિક મંચ પર પોતાની એક મહિલા મંત્રીને ખોટી રીતે અડતા જોવા મળ્યા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી બિપ્લવ દેવ પણ તે મંચ પર ઉપસ્થિત હતા. આ ઘટના પર સખત આપત્તિ નોંધવતા વિપક્ષી લેફ્ટ પાર્ટીઓએ મંત્રીની હકાલપટ્ટીની માંગ કરી છે.

આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જોકે તેની સત્યતાની પુષ્ટિ TrishulNews પોતાના સ્તરે નથી કરી શકી. આ વીડિયોમાં બીજેપી નેતા અને ત્રિપુરાની બિપ્લવ દેવ સરકારમાં મંત્રી મનોજ કાંતિ દેવ મંચ પર ઉપસ્થિત સોશિયલ વેલફેર અને શિક્ષા મંત્રી સંતના ચકમાની કમર પર ખોટી રીતે હાથ મૂકતા જોવા મળી રહ્યા છે.

મનોજ કાંતિ દેવને હટાવવાની માંગ કરવા લેફ્ટ મોર્ચાના સંયોજક બિજન ધરે સોમવારે કહ્યું કે જે મંચ પર પીએમ મોદી, મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવ અને અન્ય લોકો જનસભાને સંબોધિત કરી રહ્યા હતા તે જ મંચ પર એક મંત્રીનું એક મહિલા મંત્રીને ખોટી રીતે સ્પર્શવું શરમજનક છે. તેઓએ માંગ કરી કે મનોજ કાંતિ દેવને મંત્રી પદેથી હટાવી તેમની ધરપકડ કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *