નીતિન પટેલ હવે ડેપ્યુટી સીએમ નથી રહ્યા? જાણો કઈ રીતે થઈ બાદબાકી…

લોકસભા ચૂંટણીમાં ભાજપ હવે બુથથી પણ આગળ વધીને મતદારોના ઘર સુધી પહોંચવાની યોજના બનાવી છે. જેના માટે મારો પરિવાર,ભાજપ પરિવાર અભિયાનની શરૂઆત કરી છે. આજે…

લોકસભા ચૂંટણીમાં ભાજપ હવે બુથથી પણ આગળ વધીને મતદારોના ઘર સુધી પહોંચવાની યોજના બનાવી છે. જેના માટે મારો પરિવાર,ભાજપ પરિવાર અભિયાનની શરૂઆત કરી છે. આજે 12 ફેબ્રુઆરીએ મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં તેમના નિવાસસ્થાને ઝંડો લહેરાવીને ઘર ઘર ચલો અભિયાનની શરૂઆત કરી છે રાજ્યભરમાં કુલ 25 લાખ ધ્વજ લહેરાવવામાં આવશે. આ અભિયાન 2 માર્ચ સુધી ચાલશે.

શહેરનાં પંડિત દીનદયાળ હોલમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. જ્યાં અમિત શાહની સામે સીએમ વિજય રૂપાણી, ડે. સીએમ નિતીની પટેલ, જીતુ વાઘાણી અને મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમનાં મંચ પર અમિત શાહની આજુ બાજુ સીએમ રૂપાણી અને જીતુ વાઘાણીને સ્થાન આપવામાં આવ્યું. જ્યારે આ કાર્યક્રમમાં ચર્ચાનો વિષય બની ડે.સીએમ નિતીન પટેલનું સ્થાન. તેમને મંચ પર છેલ્લે બેસાડવામાં આવ્યાં હતાં. જેનાથી લોકોમાં ચર્ચા ફરીથી જવલંત થઇ છે કે નિતીન પટેલનું આગામી ચૂંટણી પછી સ્થાન જોખમમાં મુકાયું છે.

વિજય રૂપાણીનું સંબોધન

સીએમ વિજય રૂપાણીએ પોતાનાં સંબોધનમાં કહ્યું કે, ‘જનતાનાં વિશ્વાસને સાથે રાખીને અમે ચૂંટણી લડવા નીકળ્યાં છે. વર્ષોથી આ ભારતમાતાને નબળા બનાવવાનાં પ્રયત્નો કર્યા છે. લોકો તે પણ જાણે છે કે આ બધાનું ગઠબંધન પોતાનાં અસ્તિત્વ માટેનું છે. વર્ષોનું સ્વપન ભારતમાતા જગત જનની બને તેની લડાઇ છે.’ તેમણે કાર્યકર્તાઓને આહ્વાન કરતાં જણાવ્યું કે, આપણે ઘરે ઘરે ભાજપનો ધ્વજ લહેરાવીએ. કરોડો પરિવાર ભાજપનાં વિચારો સાથે છે.

‘આ વખતે બીજેપી ચૂંટણી જીતશે’

અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, ‘દેશભરમાં આજે ભાજપનાં 5 કરોડ કાર્યકર્તાઓ પોતાનાં ઘર પર ભાજપનો ઝંડો લહેરાવીને પોતાનું નરેન્દ્ર મોદી માટેનું સમર્થન જાહેર કરશે. આટલા લોકો ભાજપને સમર્થન આપે છે તેનો અર્થ એ છે કે ગત ચૂંટણી કરતાં પણ વધારે મતોથી આ વખતે બીજેપી ચૂંટણી જીતશે.’

આ પણ વાંચો: ગુજરાતની તમામ બેઠકો જીતવાનો સંકલ્પ; અમિત શાહે કહ્યું- ‘કોંગ્રેસ પાસે નીતિ અને નેતા બંને નથી’

આજથી અમદાવાદમાં ‘મેરા પરિવાર ભાજપા પરિવાર’ અભિયાનનાં શ્રીગણેશ અમિત શાહનાં નિવાસ સ્થાનથી કરવામાં આવ્યાં હતાં. શહેરનાં પંડિત દીનદયાળ હોલમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં અમિત શાહની સામે સીએમ વિજય રૂપાણી, ડે. સીએમ નિતીની પટેલ, જીતુ વાઘાણી અને મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અમિત શાહે પોતાનાં સંબોધનની શરૂવાત ભારતમાતાની જય સાથે કરી હતી. તેમણે ગુજરાતમાં 26એ 26 સીટ જીતવાનાં સંકલ્પ કરીને કાર્યકર્તાઓને પણ ભારત માતા કી જયનાં નારા પણ લગાડાવ્યાં હતાં. તેમણે આ કાર્યક્રમમાં જણાવ્યું કે, ‘આજથી બીજેપીએ 2019ની ચૂંટણીનાં પ્રચારની શરૂવાત કરી છે.

દેશભરમાં આજે ભાજપનાં 5 કરોડ કાર્યકર્તાઓ પોતાનાં ઘર પર ભાજપનો ઝંડો લહેરાવીને પોતાનું નરેન્દ્ર મોદી માટેનું સમર્થન જાહેર કરશે. આટલા કાર્યકર્તાઓ તેમના પરિવાર સાથે ભાજપને સમર્થન આપે છે તેનો અર્થ એ છે કે ગત ચૂંટણી કરતાં પણ વધારે મતોથી આ વખતે બીજેપી ચૂંટણી જીતશે. આશરે એક જ કલાકમાં 92 હજાર લોકોએ પોતાનાં ઘર પર ઝંડો ફરકાવીને સમર્થન આપતું ટ્વિટ કર્યું છે.

તેમણે આગળ જણાવ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટીની સરકારે સરકારી કાર્યક્રમોથી દેશનાં 22 કરોડ પરિવારને મદદ કરી છે. દેશનાં 50 કરોડ પરિવારોને મોદી કેર આય્ષ્યમાન ભારત અભિયાનથી મદદ કરી છે. હજી ઘણાં લોકો, પરિવારને મહત્વની સુવિધાઓ આપવાની બાકી છે એટલે આ લોકને પણ મદદ મળે તે માટે મોદી સરકારને વોટ આપવા માટે સમજાવવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે. ‘

અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘અત્યારે સોશિયલ મીડિયા પર એક જોક ચાલી રહ્યો છે કે ગઠબંધનની સરકાર આવી તો સપ્તાહનાં દરેક દિવસે અગલ અગલ પીએમ હશે. આટલો મોટો દેશ ગઠબંધનથી કઇ રીતે ચાલી શકે. એક પરિશ્રમી, પ્રાણામિક, ગતિશીલ નેતૃત્વ જો દેશને મળે તો કઇ રીતે દેશને આગળ લઇ જવાય તે અમે કરી બતાવ્યું. કોંગ્રેસ પાસે નેતા નથી કે કોઇ નથી નીતિ.’

તેમણે તે પણ કહ્યું કે, ‘યુપીએ સરકારે દેવામાફીનાં નામ પર ખેડૂતો સાથે માત્ર મજાક કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને સશક્ત બનાવવા માટે યોજનાઓ બનાવી છે.’

અમિત શાહે આહ્વાન કરતાં કહ્યું કે, ‘જે રીતે ગુજરાતથી પૂજ્ય ગાંધીબાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્રતા સંગ્રામની શરૂવાત કરી હતી. તે જ રીતે એકવાર ફરી સુશાસન માટે પરિવર્તનની શરૂવાત ગુજરાતથી થવી જોઇએ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *