ચીન (China) LAC (Line of Actual Control) પર સૈનિકોની સંખ્યામાં સતત વધારો કરી રહ્યું છે, આનો સાથોસાથ જ અહીં શસ્ત્રો પણ એકત્ર કરી રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) ના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi) દ્વારા આજાણ કરાઈ હતી. ભારત-ચીનની હરકતો પર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે તેમજ દેશની સુરક્ષા માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
ચીનનું ઉશ્કેરણીજનક કૃત્ય:
એક પ્રેસ-કોન્ફરન્સમાં બાગચી જણાવે છે કે, ચીન ઉશ્કેરણીજનક કૃત્યો કરીને તે LACમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે પણ ભારતએ પોતાની સરહદોની સુરક્ષા કરવાનું જાણે છે તેમજ અમે તમામ હિતનું રક્ષણ કરવા માટે તૈયાર છીએ. બુધવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનિયાંગે ભારતીય સેના પર ચીનના પ્રદેશ પર ગેરકાયદેસર કબજો કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા ચીનના દાવાઓ તેમજ આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા હતા તેમજ જણાવ્યું હતું કે, ચીન સરહદ પર તમામ પ્રકારની તહેનાતી વધારો કરી રહ્યું છે પણ ભારત એના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આમ, ચીન નાપાક હરકતોથી બાજ આવતું નથી.
ચીનને જવાબ આપવાની તૈયારી:
એક પ્રશ્નનાં ઉત્તરમાં બાગચી જણાવે છે કે, LAC પર અમે જે કઈપણ તૈનાતી કરવામાં આવી છે એ ચીનની તૈયારીના જવાબમાં છે. જો એ બાજુથી કોઈ કાર્યવાહી થાય, તો ભારતને અધિકાર છે કે તે તેનો વળતો ઉત્તર આપે. અમે ઇચ્છીએ છીએ કે, ચીન લદાખમાં પહેલેથી વણઉકેલાયેલા મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલે.
બાગચી આગળ જણાવે છે કે, આ મહિને તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં અમારા વિદેશમંત્રી જયશંકરે ચીનના વિદેશમંત્રી વાંગ યીને જણાવ્યું હતું કે, બંને દેશોએ વણઉકેલાયેલા મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીત કરવી જોઈએ. આ માટે પહેલાના કરારો તથા પ્રોટોકોલને ધ્યાનમાં લેવા જોઈએ.
જયશંકરે ચીન વિશે કહ્યું…
એક સમિટ વખતે વિદેશમંત્રી જયશંકર દ્વારા ચીન-અમેરિકા સાથેના સંબંધો અંગે ભારતનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. વિદેશમંત્રીએ અમેરિકા તથા હિંદ-પ્રશાંત મહાસાગરની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે,- અમે (અમેરિકા અને ભારત) પહેલા દક્ષિણ એશિયાની સાથે કામ કરતા ન હતા જયારે હવે સ્થિતિ બદલાતા આવશ્યક બન્યું છે.
આની સાથોસાથ જયશંકર જણાવે છે કે, ક્વાડ લશ્કરી હેતુ માટે નથી કે, ન તો અમે તેને કોઈની વિરુદ્ધ બનાવ્યું છે. કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે. આ વિશે સાવચેત રહેવું જોઈએ. ચીન આ ક્ષેત્રમાં એક વિશાળ તેમજ પ્રભાવશાળી દેશ છે. અર્થતંત્રની દૃષ્ટિએ જોઈએ તો તે વિશ્વ માટે પણ ખુબ મહત્ત્વનું છે. તમામ દેશમાં જુદા-જુદા પડકારો રહેલા હોય છે. ચી