વલસાડ જિલ્લા પોલીસે ‘જાહેર સેવક’ ગણાતા પોલીસકર્મીઓના ફોન નંબર કર્યા જાહેર- જનતાએ કર્યા વખાણ

વલસાડ(Valsad)ના પોલીસ અધીક્ષક રાજદીપસિંહ ઝાલા(Rajdeep Singh Zala)એ નવતર પ્રયોગ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરતા કહ્યું હતું કે, નાગરીકોની સરળતા ખાતર પોલીસ મથકે પહોચવા પહેલાં જ આપેલ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવાથી વલસાડ જીલ્લાની પોલીસ ટીમ તાત્કાલીક મદદે પહોંચી જશે.” સાથે સાથે અલગ અલગ પોલીસ સ્ટેશન અનુસાર દરેક પોલીસ મથકના સ્ટાફના નંબર(mobile number) પણ જાહેર કર્યા હતા.

વલસાડ પોલીસે લોકોની સુરક્ષા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ઘણીવાર ઈમરજન્સી સમયે જ્યારે લોકોને પોલીસની ખાસ જરૂરિયાત હોય છે ત્યારે તેમની પાસે યોગ્ય સહાય અથવા શું કરવું તેની કોઈ માહિતી હોતી નથી! પરંતુ વલસાડ પોલીસની આ અનોખી પહેલથી દરેક લોકોને પ્રેરણા પૂરી પાડશે. વલસાડ પોલીસે હાથ ધરેલા આ નવતર પ્રયોગના ચારેબાજુ વખાણ થઈ રહ્યાં છે. વલસાડ પોલીસે નાગરિકોને સરળતા ખાતર દરેક વિસ્તારના પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર લોકો સુધી પહોંચાડયા છે. પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા એ શરૂ કરેલી આ નવતર પહેલ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી છે.

વલસાડ જીલ્લાની ડુંગરા પોલીસ ટીમ:

વલસાડ જીલ્લાની ઉમરગામ પોલીસ ટીમ:

વલસાડ જીલ્લાની મરીન ઉમરગામ પોલીસ ટીમ:

વલસાડ જીલ્લાની ભીલાડ પોલીસ ટીમ:

વલસાડ કપરાડા પોલીસ ટીમ:

વલસાડ નાનાપોંઢા પોલીસ ટીમ:

વલસાડ ધરમપુર પોલીસ ટીમ:

વલસાડ રુરલ પોલીસ ટીમ:

વલસાડ સીટી પોલીસ ટીમ:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *