પ્રતિબંધ હોવા છતાં ટીકટોક બન્યું પરણિત મહિલાનાં આપઘાતનું કારણ- બોયફ્રેન્ડએ બનાવ્યો હતો એવો વિડીયો કે…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે ભારત-ચીન વચ્ચેનાં સંબંધમાં ઘણી ખેચતાણ જોવાં મળી રહ્યો છે. આને કારણે મોદી સરકારે કેટલીક ચીની એપ્લીકેશન પર પણ પ્રતિબંધ લગાડ્યો છે. ખાસ કરીને તો ટીક-ટોક. જેને લઈને હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

અમદાવાદમાં આવેલ શાહપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને પૂર્વ પ્રેમી ઘણીવાર કોલ કરીને હેરાન કરી રહ્યો હતો. આ હેરાનગતિમાંથી મુક્ત થવાં માટે પરિણીતાને એની સાથે ટિક-ટોકમાં વીડિયો બનાવવાનું જણાવ્યું હતું. જે ટિક-ટોક વીડિયો ઉતારીને પતિને મોકલી દીધો હતો તથા બંને પતિ-પત્નીને બદનામ કરી નાંખશે એમ હેરાન કરતો હતો.

જેને કારણે પરિણીતાએ 29મી જૂનનાં રોજ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાટ કરી લીધો હતો. આ મામલે પરિણીતાનાં પિતાએ ગઈકાલે જ શાહપુર પોલીસ સ્ટેશનમાં આરોપી કનૈયાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મૂળ તો બિહારમાં આવેલ પટનામાં રહેતાં પરિવારની દીકરીનાં લગ્ન એપ્રિલ વર્ષ 2019માં કાનપુરમાં રહેતાં યુવકની સાથે થયા હતાં. લગ્ન કર્યાં પછી પતિની નોકરી અમદાવાદમાં હોવાને કારણે તેઓ અમદાવાદમાં આવેલ ખાનપુર ખાતે ભાડાનાં મકાનમાં રહેતાં હતાં.

પરિણીતાનાં ગામનો જ વતની યુવક કનૈયા કુમાર રાજપૂત પરિણીતાનાં લગ્ન થઈ જતા જ એને ગમ્યું ન હોવાંથી ઘણીવાર કોલ કરીને બંને વચ્ચેનાં સંબંધોની વાતો કરીને હેરાન કરતો હતો. એક દિવસ કનૈયાએ પરિણીતાને વિશ્વાસમાં લઈને જણાવતાં કહ્યું હતું કે તું મારી સાથે ટિક-ટોકમાં એક વીડિયો બનાવી લે ત્યારપછી હું તને કાયમને માટે ભૂલી જઈશ.

પરિણીતા યુવકની વાતોમાં આવી ગઈ હતી તેમજ એને વીડિયો બનાવ્યો હતો પણ કનૈયાએ આ વીડિયો પરિણીતાનાં પતિને મોકલી આપ્યો હતો.ત્યારપછી પણ ઘણીવાર કોલ કરીને પરિણીતા તથા એના પતિને ખુબ જ ત્રાસ પણ આપતો હતો.

જ્યારે મહિલાની માતાએ આરોપીને કોલ પર મહિલાનો પીછો છોડી દેવા માટે જણાવ્યું ત્યારે એને ધમકી પણ આપી હતી. આરોપીનાં ત્રાસ તેમજ સમાજમાં બદનામીનાં ભયને લીધે 29મી જૂનનાં રોજ ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાટ કરી લીધો હતો. આ બાબતે પરિણીતાનાં પિતાએ શાહપુરમાં આવેલ પોલીસ સ્ટેશનમાં કનૈયાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *