શું તમે પણ નસકોરાંની સમસ્યાથી પરેશાન છો? તો અપનાવો આ 6 ઘરેલુ ઉપાય અને મેળવો છુટકારો

તમામ લોકો રાત્રે તો સૂઈ જ જતાં હોય છે, પરંતુ ઘણીવાર નજીકમાં સુતેલાં વ્યક્તિનાં નસકોરાંને કારણે આપણને ઊંઘ પૂરી થતી નથી. જો આપ પણ ઊંઘમાં નસકોરાં લેવાની મુશ્કેલીથી પીડિત છો તો આપને શરીરનું વજન ઘટાડવાની સાથે બીજાં પણ ઘણાં ઉપાય કરવાં પડશે.

ઘણાં નિષ્ણાતોનાં મત અનુસાર નસકોરાં આવવાનાં ઘણાં કારણો હોઈ શકે છે, એમાંથી મુખ્ય કારણ તો વધારે વજન છે. એક સ્વસ્થ વ્યક્તિનો BMI એટલે કે ‘બોડી માસ ઈન્ડેક્ષ’ કુલ 19-20ની આજુબાજુ જ હોવો જોઈએ. જો BMI કુલ 25થી વધુ છે તો તે વધુ વજન હોવાંનો સંકેત આપે છે. નસકોરાંની સમસ્યાને દૂર કરવાં માટે વજન ઓછું કરવાની સાથે આ ઘરેલું ઉપાયો પણ કામ લાગી શકે છે.

આદુ-મધની ચા:
આદુ-મધની ચા પીવાથી પેટમાં દુખાવો, ઉધરસ, શરદી તથા હૃદયથી સંબંધિત ઘણી સમસ્યામાંથી રાહત મળી રહે છે. આની સાથે જ એનાં સેવનથી વજન પણ ઘણું ઓછું કરી શકાય છે. એ ગળાને પણ ઘણો આરામ આપે છે તથા નસકોરાંને પણ અટકાવે છે. દિવસમાં માત્ર 2 વાર આ ચાનું સેવન કરવું જોઈએ.

લસણ-ડુંગળીનું સેવન:
લસણ તથા ડુંગળીનું સેવન કરવાથી પણ ગળામાં થતો દુખાવો તથા સોજો પણ ઘણો ઓછો થાય છે. એનાંથી સ્લીપ એપ્નિયાથી પણ બચી શકાય છે. તમારાં ભોજનમાં પણ એનો સમાવેશ કરો. જો, કે એની અસર તરત જ જોવાં નહીં મળે પણ એ લાંબાગાળે ઘણી લાભદાયી સાબિત થશે.

ફુદીનાનું તેલ:
ફુદીનો એ ગળા તેમજ નાકની નળીનાં સોજાને પણ ઘણો ઓછો કરે છે. એનાંથી આપને શ્વાસ લેવામાં પણ ઘણી સરળતા રહેશે. પાણીમાં ફુદીનાનાં તેલનાં થોડાં ટીપાં નાંખો. સૂતાં પહેલાં જ આ પાણીથી કોગળા પણ કરો. આ પ્રક્રિયાને વારંવાર કરવાંથી ઝડપથી આરામ પણ મળશે.

ફળોનું સેવન:
મેલાટોનિન હોર્મોન એ સારી ઊંઘ આવે એ માટે ઘણી મદદ કરે છે. આ હાર્મોન એ ઊંઘની ગુણવત્તામાં પણ ઘણો સુધારો કરે છે. અનાનસ, નારંગી તથા કેળામાં પણ સારી એવી માત્રામાં મેલાટોનિન કન્ટેન્ટ રહેલાં હોય છે. એ નસકોરાં રોકવામાં પણ ખુબ જ મદદરૂપ થાય છે. તેથી નિયમિત આ ફળોનું સેવન પણ કરવું જોઈએ.

જેતૂનનું તેલ:
વનસ્પતિ તેલનો ઉપયોગ કરવાંથી હૃદય રોગ તેમજ ડાયાબિટીસનું ખુબ જ જોખમ રહે છે. ખોરાકમાં જેતૂન એટલે કે ઓલિવ ઓઈલનો ઉપયોગ પણ નસકોરાંની સમસ્યાને દૂર કરવામાં ખુબ જ મદદ કરે છે. આનાંથી હૃદયથી સંબંધિત સમસ્યાનું જોખમ પણ ઘણું ઘટાડી શકાય છે. સૂતાં પહેલાં જેતૂનનાં તેલનાં થોડા ટીપાંને પાણીમાં ભેળવીને એનું સેવન કરવું જોઈએ. એનાંથી ગળા તથા નાકમાં ઘણો આરામ મળે છે.

નાહ લો:
શરદી તથા ઉધરસની સમસ્યામાં જેમ નાસ લેવાંથી ઘણો આરામ મળે છે. એવી જ રીતે નાસ લેવાથી નસકોરાંમાં પણ ઘણો આરામ મળે છે. શ્વસનમાર્ગ ખુલ્લો ન રહેવાંથી પણ નસકોરાં આવતાં હોય છે, જેથી સૂતાં પહેલાં નાસ લેવો એ અત્યંત સારો ઉપાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *