માર્ગ અકસ્માતની ઘટનાઓ સોશિયલ મીડિયામાં અવારનવાર સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. ગીર સોમનાથના કોડીનારમાં રહેતા કુલુ 5 મિત્રો ભવદીપ, કુશ, જીતુ, અલ્પેશ તથા મોહસીન મંગળવારે કાર લઈને દિવ ફરવા માટે ગયા હતા.
પાછાં ફરતા સમયે રાત્રિના કારની આગળ પૂરઝડપે ટ્રક ચાલી રહ્યો હતો પરંતુ કારચાલકે અચાનક બ્રેક મારતા કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં 2 મિત્રો અલ્પેશ તથા જીતુનું મોત થયું હતું. જ્યારે 1 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હોવાને કારણે વેરાવળની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. જ્યારે કુલ 2 મિત્રોને સામાન્ય ઈજા થતા કોડીનારની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે.
ટ્રકે અચાનક બ્રેક મારીને કાર ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ:
મળી રહેલ જાણકારી પ્રમાણે કોડીનારમાં રહેતા ભવદીપ અપારનાથી, કુશભાઈ કામળીયા, જીતુભાઇ ચુડાસમા, અલ્પેશભાઇ વાઝા તેમજ મોસીનભાઈ મન્સુરી નામના કુલ 5 મિત્રો ગઈકાલે કાર નં.GJ 05-RE-6022 માં દિવ ફરવા માટે ગયા હતા.
રાત્રિના પરત આવી રહ્યા હતા ત્યારે 9 વાગ્યાની આસપાસ માલગામ હાઈવે પર આવેલ હોટલ જાયકા નજીક પહોંચ્યા ત્યારે કારની આગળ પૂરઝડપે કાવા મારતી જઈ રહેલી ટ્રક નંબર GJ-32-T-8637ના ચાલકે અચાનક બ્રેક મારતા કાર ટ્રક સાથે અથડાઈ હતી.
અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુમાંથી દોડી આવ્યા લોકો:
જોરદાર ટક્કરને લીધે કુશ, જીતુ તથા અલ્પેશને માથાના ભાગ પર ગંભીર ઈજા પહોચી હતી. જ્યારે બાકીના બંન્ને મિત્રોને સામાન્ય ઈજા પહોંચી હતી. જો કે, અકસ્માતનો અવાજ સાંભળી આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. આની સાથે જ તાત્કાલિક 108ને બોલાવી પાંચેય મિત્રોને સારવાર માટે કોડીનારની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અહીં અલ્પેશનું મોત થયું હતું. જ્યારે કુશ તથા જીતુને ગંભીર ઈજા થઈ હોવાથી વધુ સારવાર અર્થે વેરાવળની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં પરંતુ જીતુભાઇનું ચાલુ સારવાર દરમિયાન મોત થયું હતું. કુશભાઈની સ્થિતિ ગંભીર હોવાને લીધે વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ભવદીપે ટ્રકના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી:
આ અકસ્માત વિશે ઈજાગ્રસ્ત મિત્ર ભવદીપ અપારનાથીએ ટ્રકના ચાલકની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતમાં ફરવા માટે ગયેલ કુલ 5 મિત્રો પૈકી કુલ 2 મિત્રોના મોત નીપજતાં કોડીનાર હોસ્પિટલમાં શોકની લાગણી ફરી વળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle