આપણે જાણીએ છીએ કે, હાલમાં અકસ્માતની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો જોવા મળે છે. તેમાં અસંખ્ય લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તે દરમિયાન હાલ સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. ચાલો જાણીએ સમગ્ર ઘટના…
સુરતના કોસંબા નજીક નંદાવ પાટિયા પાસે કન્ટેનર અને ટ્રક ગટરમાં પલટી મારી ગયા હતા. નેશનલ હાઈવે નંબર 48 પર આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે કન્ટેનર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
આ અકસ્માત નેશનલ હાઇવે નંબર 48 ઉપર કોસંબા નજીક નંદાવ પાટિયા પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. બન્યું એવું કે, કન્ટેનર ચાલકને ઝોકું આવી જતા બાજુમાં ચાલતા ટ્રક સાથે કન્ટેનર અથડાયું હતું. અકસ્માત પછી કન્ટેનર અને ટ્રક બંને રોડની બાજુમાં આવેલી ગટરમાં પલટી મારી ગયા હતા. આ અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે કન્ટેનર ચલાવનાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
જાણવા મળ્યું છે કે, અકસ્માત પછી કન્ટેનર ચાલક અકસ્માત સર્જી કન્ટેનર મૂકી ભાગી ગયો હતો. આ મામલે પોલીસ સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle