Jamnagar News: જામનગરના લાલપુરના મેમાણા ગામેથી ભરવાડ(Jamnagar News) પરિવારની જાન આઇસરમાં બેસીને ભાણવડના ભેંનકવડ ગામે જઈ રહી હતી, દરમિયાન સવારે આઠેક વાગ્યાના અરસામાં ધારાગઢ પાસે અકસ્માત નડ્યો હતો, અને અંદર બેઠેલા ચાલીસ જેટલા જાનૈયાઓને નાની મોટી ઇજા થઈ હતી, જે પૈકી એક જાનૈયાનું મૃત્યુ નીપજ્યું છે. જયારે અન્ય બે ને ગંભીર ઇજા થઈ છે.
આઇસરનું ટાયર ફાટતાં રોડથી નીચે ઉતરી ગયું
આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર,લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા ભરવાડ પરિવારના 50થી વધુ સભ્યો આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી નીકળીને ભાણવડ નજીક ભેંનકવડ ગામે પ્રસંગમાં જઈ રહ્યા હતા,ત્યારે આઇસર ભાણવડ નજીક ધારાગઢ પાસે પહોંચતાં એકાએક આઇસરનું ટાયર ફાટ્યું હતું, અને રોડથી નીચે ઉતરી ગયું હતું, જેથી 40થી વધુ જાનૈયાઓને નાની મોટી ઈજા થઈ હતી. જે તમામને જુદી જુદી એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો મારફતે ભણવડની સરકારી હોસ્પિટલ, લાલપુરની સરકારી હોસ્પિટલ, ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જાનૈયાઓ પૈકી એકનું મોત નીપજ્યું
આ જાનૈયાઓ પૈકી એક યુવાન માલાભાઈ હમીરભાઈ ઝુંઝા (48)નું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય બે જાનૈયાઓને ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. અન્યની નાની મોટી સારવાર ચાલી રહી છે. આ બનાવને લઈને ભરવાડ પરિવારમાં ભારે અફડા તફડી સર્જાઈ હતી, અને ભાણવડ પોલીસ તેમજ લાલપુર પોલીસ ની ટુકડી જુદી જુદી હોસ્પિટલોમાં દોડતી થઈ. જે સમગ્ર બનાવ મામલે ભાણવડ પોલીસ વધુ તપાસ ચલાવે છે.
તો બીજી તરફ બીજી તરફ બનાસકાંઠાના પાલનપુર નજીક એક એસટી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બે મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો હતો. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ 51 શક્તિપીઠ પરીક્રમા મંદિરના દર્શનનો લાભ લેવા પહોંચી રહ્યા હતી તે સમયે આ ઘટના બની હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube