મહારાષ્ટ્ર / બેકાબુ ટ્રક 3 ગાડીઓને ટક્કર મારી હોટલમાં ઘૂસી ગઈ, લોકોને કચડી નાખતા 12ના મોત

Truck hotel accident 10 killed in Maharashtra: મહારાષ્ટ્રના ધુલેમાં આગ્રા-મુંબઈ હાઈવે પર બ્રેક ફેઈલ થયા બાદ કન્ટેનર અનેક વાહનોને ટક્કર મારીને એક હોટલમાં ઘુસી ગયું…

Truck hotel accident 10 killed in Maharashtra: મહારાષ્ટ્રના ધુલેમાં આગ્રા-મુંબઈ હાઈવે પર બ્રેક ફેઈલ થયા બાદ કન્ટેનર અનેક વાહનોને ટક્કર મારીને એક હોટલમાં ઘુસી ગયું હતું.

મળેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 28 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આ ભયાનક અકસ્માત મધ્યપ્રદેશની સરહદે મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં આગરા-મુંબઈ હાઈવે પર પલાસનેર ગામ પાસે થયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ મંગળવારે બપોરે 12 વાગ્યાની આસપાસ હાઇવે પરથી પસાર થતા કન્ટેનરની બ્રેક ફેલ થઇ ગઇ હતી અને તે સીધું જ રોડની બાજુની હોટલમાં ઘુસી ગયું હતું.

આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા જ્યારે સાત લોકોના પાછળથી મોત થયા હતા. આ રીતે આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 12 થયો છે.

આ ભયાનક દુર્ઘટના સ્થળ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયો ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે હોટલમાં પ્રવેશતા પહેલા કન્ટેનર અનેક વાહનોને ટક્કર મારી હતી.

રોડ પરથી પસાર થતા વાહનો ઉપરાંત હોટલની બહાર પાર્ક કરાયેલા વાહનોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *