ટ્રમ્પ નહી સુધરે, ફરી વાર આપી દીધી ધમકી કે અમે રૂપિયા નહી આપીએ- જાણો વિગતે

ગઈકાલે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારતને અપાયેલ ધમકી બાદ હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ફંડને રોકવાની ધમકી આપી. કોરોના વાઈરસની મહામારી વચ્ચે ટ્રમ્પએ આરોપ લગાવ્યો કે WHO ચીનનો પક્ષ લે છે. તેઓ અમારી પાસેથી નાણાકીય મદદ લે છે, પણ અમારા દ્વારા લગાવવામાં આવેલા ટ્રાવેલ બેનનો વિરોધ કરે છે. અમે WHO ઉપર ખર્ચ થનાર રકમને અટકાવવા જઈ  રહ્યા છીએ. પણ માત્ર એક મિનિટ પછી ટ્રમ્પ પોતાના નિવેદન પરથી ફરી ગયા હતા. ટ્રમ્પે માર્ચમાં પણ કહ્યું હતું કે કોરોના અંગે ચીનને લઈને WHOનું વલણ પક્ષપાત વાળું છે.

ટ્રમ્પએ તેના નિવેદનમાં કહ્યું કે “અમે WHO માટે ફાળવેલા નાણાં પર એક રોક મૂકીશું. અમે તેના પર એક ખૂબ જ મજબુત રોક મુકીશું અને આપણે તે જોઈશું.” વ્હાઇટ હાઉસ ખાતે દૈનિક કોરોનાવાયરસ બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે, WHO એ કોરોનાવાયરસ સામે લડવામાં પૂરતી આક્રમકતા નથી બતાવી તેવો આક્ષેપ કર્યો હતો.

અમેરિકાએ WHOની સલાહ ન માનીને કોરોનાનું સંકટ જાતે નોતર્યું છે તેવું કહેવાઈ રહ્યું છે કારણકે, WHOના ટેડ્રોસ ગેબ્રેસસએ 23 જાન્યુઆરીએ કોરોનાને લઈને એક વૈશ્વિક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં કહેવાયું હતું કે, અમે અમેરિકાના પ્રવાસ અને વેપાર ઉપર પ્રતિબંધની ભલામણ નથી કરી, પરંતુ વિદેશથી આવતા એરપોર્ટ ઉપર પ્રવાસીઓનું સ્ક્રીનિંગ જરૂર થવું જોઈએ. આ ભલામણ એ સમયે કરાઈ હતી જયારે ત્યારે ચીનમાં માત્ર 600 કેસ સામે આવ્યા હતા અને 17 લોકોના મોત થયા હતા.

પરંતુ પોતાના અકડ વલણ ને લઈને તકેદારી ન રખાતા કોરોના વાઈરસ અમેરિકા, જાપાન, કોરિયા, સિંગાપુર, થાઈલેન્ડ અને સાઉદી અરબમાં ફેલાયો. અમેરિકા એ મોડે મોડે જાગતા 2 ફેબ્રુઆરીના રોજ ચીનથી આવનાર પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો અને ચીન પ્રવાસથી આવનાર અમેરિકન નાગરિકોને 14 દિવસ ક્વોરન્ટાઇન કરવાનું ફરજીયાત કરી દીધું હતું.

તાજી મળતી માહિતી અનુસાર અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2000 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાંથી ન્યૂયોર્કમાં એક દિવસમાં 731 લોકોએ જીવ ગુમાવ્યો છે, ન્યૂયોર્કમાં કોરોનાથી મૃત્યુ સંખ્યા 5489 થઇ છે. અમેરિકામાં ચાર લાખથી વધારે કેસ નોંધાયા છે અને 12854 લોકોએ જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *