Gujarat Accident News: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક બાદ એક ગોઝારા અકસ્માતની(Gujarat Accident News) ઘટના સામે આવી છે.જેમાં 4 લોકો મોતને ભેટ્યા હોવાનું બન્યું છે.જેમાં ઉપલેટામાં બાઇક અકસ્માતમાં એકનું મોત, સુરતના પલસાણામાં પણ અકસ્માતમાં એકનું મોત થયું છે. આ તરફ સુરતમાં વધુ એક અકસ્માતમાં 2 લોકોના મોત મળી રાજ્યમાં કુલ 4 લોકોના મોત થયા છે.
સુરતમાં કેબીન ભાગ કાપી મૃત ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો
સૌ પ્રથમ જો વાત કરવામાં આવે તો,સોમવારે શૈલેષભાઈના અન્ય કામે હતા. ત્યારે ટેમ્પા ચાલક તરીકે રાજકોટના ચંદુલાલ કડસી ક્લીનર પ્રવીણવાળા સાથે આઇસર ટેમ્પોમાં રાજકોટથી માલ ભરી ગોવા નીકળ્યા હતા. સવારે તેઓ ટેમ્પો લઈ ઘલા પાટીયા નજીકથી પસાર થતી વેળાએ ચાલકે પૂરપાટ ઝડપે ટેમ્પો હંકારી બંધ પડેલી ટ્રક નંબર (GJ18-AV 9081) ના પાછળના ભાગે ભટકાડી દીધો હતો. અકસ્માતની ઘટનાને પગલે ટેમ્પાનો આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો. કેબિનમાં ફસાયેલા ચાલક ચંદુલાલને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત ને પગલે ટ્રાફિક પોલીસ સહિત ફાયરની ટીમ ઘટના સ્થળે આવી હતી. અકસ્માતના પગલે ખુરદો બની ગયેલી કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા કેબીન ભાગ કાપી મૃત ચાલકને બહાર કાઢી ઈજાગ્રસ્ત કલીનરને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સુરતમાં બાઇકસવારને નડ્યો અકસ્માત, 2 લોકોના મોત
સુરતના પલાસણામાં બાઇકસવારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. પલાસણાના બારાસડી ગામ પાસે એના ગામના યુવાનો બારડોલી તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન ડિવાઇડર સાથે બાઇક અથડાતા બન્ને યુવકો પટકાયા હતા. આ તરફ બાઇક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જેને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા-કપડવંજ રોડ પર ટ્રક પાછળ બીજી ટ્રક ઘુસી જતાં અકસ્માત
ખેડા કપડવંજ ઉત્કંઠેશ્વર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વિગતો મુજબ સિંગાલી પાટીયા પાસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ બીજી ટ્રક ઘુસી જવાની ઘટના સામે આવી છે. આગળ જતી ટ્રકના ચાલકે ઓચિંતી બ્રેક મારતા પાછળ આવતી ટ્રક ઘૂસી ગઈ હતી. આ તરફ ટ્રક પાછળ ઘુસેલી ટ્રકના કેબિનના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. ઘટનાને લઈ ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર અર્થે કપડવંજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મોરબીમાં બસ પલ્ટી મારી હતી
મળતી માહિતી અનુસાર, કોયબા ગામના પાટિયા નજીક એસટી બસ પલટી મારી ગઈ હતી. ટ્રક સાથે ટક્કર બાદ એસટી બસ પલટી મારી ગઈ હતી જે બસમાં 16 જેટલા મુસાફરો સવાર હતા જેમાંથી 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બનાવને પગલે હળવદ પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ ચલાવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube