MLAના ભાઈની લુખ્ખાગીરી: મારો ભાઈ MLA છે કહીને ધારાસભ્યના ભાઈએ જવેલર્સને માર્યો માર

Published on Trishul News at 3:10 PM, Wed, 7 February 2024

Last modified on February 7th, 2024 at 3:11 PM

Vadodara MLA Latest News: રાજ્યમાં નેતાઑની દબંગગીરી અનેક વખત સામે આવી છે. અત્યાર સુધી નેતાઓ તો ઠીક પણ તેમના સબંધીઓ પણ દાદાગીરી કરતા જોવા મળ્યા હોઈ તેવા અનેક કિસ્સા ભૂતકાળમાં પ્રકાશમાં આવી ચુક્યા છે.ત્યારે આજે ફરી એકવાર વડોદરાના પાદરામાં ધારાસભ્યના(Vadodara MLA Latest News) ભાઈની લુખ્ખાગીરી સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ MLA ચૈતન્યસિંહ ઝાલાના ભાઇએ જ્વેલર્સ વેપારીને સમાધાન માટે બોલાવી માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

ધારાસભ્યના ભાઈએ વેપારીને સમાધાન માટે બોલાવી તેને માર માર્યો
અગાઉ નેતાઓની દાદાગીરીના અનેક વિડીયો વાઇરલ થઇ ચુક્યા છે.જાણે કે તે લોકો પોતાની જાતને રાજા મહારાજા માનતા હોઈ તેવો રુઆબ કરી જાણતા સામે મોટાઈ બતાવે છે.ત્યારે આજે ફરી એકવાર વડોદરાના પાદરાથી MLA ચૈતન્યસિંહ ઝાલાના ભાઇએ જ્વેલર્સ વેપારીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, MLA ચૈતન્યસિંહ ઝાલાના ભાઇએ જ્વેલર્સ વેપારીને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધારાસભ્યના ભાઈ મયુરસિંહ ઝાલાએ વેપારી વિવેક સોનીને સમાધાન માટે બોલાવી વેપારી અને તેમના ત્રણ કારીગરોને માર માર્યો હતો. અગાઉ અદાવતને લઇ મયુરસિંહ ઝાલાએ સમાધાન માટે બોલાવી અને માર મારતા વેપારી વિવેક સોની ઇજાગ્રસ્ત બનતા સારવાર હેઠળ ખસેડાયા હતા. આ તરફ SSG હોસ્પિટલે તંત્રને જાણ કરી હતી.

ધારાસભ્યએ કહ્યું કે જો મારા ભાઈનો વાંક હશે તો ચોક્સ કાર્યવાહી થશે
પાદરાના ધારાસભ્યના ભાઈ દ્વારા દાદાગીરી મામલે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું નિવેદન સામે આવ્યું છે. MLAએ કહ્યું કે, વિવેક સોની પાદરામાં ડોન હોવાનો રૂઆબ મારે છે, ગત 5 તારીખે અનેકને ફોન કરી ગાળો આપી ધમકી આપી હતી તો મારા ભાઈ હરેન્દ્રસિંહને પણ ફોન કર્યો હતો. વિવેક સોનીએ રાત્રિનાં સમયે 25 કોલ કરીને અપશબ્દો કહ્યા હતા જેથી બીજા દિવસે સવારે ફરિયાદનું કહેતા તેણે સમાધાનની વાત કરી હતી.

આ ઇસમ ડોન હોવાનું કહીને કૃત્ય કરે છે અને તમામ બાબતનું કોલ રેકોર્ડ છે. આ સાથે તેમને કહ્યું કે, અગાઉ પણ આવું કરી સમાધાન કર્યું હતું. મારા ભાઈની સંડોવણી જણાશે તો કાયદાથી બંધાયેલા છીએ પણ માત્ર ધારાસભ્યનાં ભાઈ છે તેના કારણે તેના દોષારોપણ થાય એ ખોટું છે. વિવેક સોની વારંવાર આ કૃત્ય કરવા ટેવાયેલા છે. આ બાબતે મારા ભાઈ પાદરા પોલીસ મથક ફરિયાદ કરવા જશે.હવે આ આ ધારાસભ્ય ખાલી બોલવા માટે બોલે છે કે પછી સાચે જ કોઈ કાયદાકીય પગલાં લેશે તે તો હવે આવનારો સમય જ બનાતવશે.

ગુજરાતમાં અનેકવાર રાજકીય નેતાઓની દાદાગીરી અને નેતા કે કોઈપણ પક્ષના કાર્યકર્તાઓ નશામાં હોવાનું સામે આવી ચૂક્યું છે.એટલે આજે જે દ્રશ્યો સામે આવ્યા તેમાં કોઈ નવી વાત નથી,પરંતુ હવે જોવાનું એ રહેશે કે ક્યાં સુધી આ નેતા અથવા તો એમના સબંધીઓ જનતા સાથે આવો વ્યવહાર કરતા રહેશે?શું જનતા આ બધું સહન કરવા માટે નેતાઓને વોટ આપી પસંદ કરે છે?તેમજ જે જનતાના વોટ્થી આગળ આવતા એમની સાથે જ આવો વ્યવહાર થવોએ કેટલો યોગ્ય?