ગુજરાત(gujarat): રાજ્યમાં દુષ્કર્મ (misdemeanor) ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. દેશની દીકરીઓ હવે શાળામાં પણ સુરક્ષિત નથી. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. શિક્ષણ જગતને કલંકિત કરતો એક કિસ્સો આણંદ (Anand) થી સામે આવ્યો છે. ચરોતર પંથકમાં લાંછન લગાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
વિદ્યાધામ વિદ્યાનગરમાં ઘરે અભ્યાસ કરાવવા આવતા આઈ.બી. પટેલ ઇંગ્લીશ સ્કૂલના શિક્ષકે એક સગીર વયની વિદ્યાર્થિનીને ઓછા માર્ક્સ આપવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. આથી, વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
વિદ્યાનગરની આઈ.બી. પટેલ ઇંગ્લીશ સ્કૂલમાં અભ્યાસ કરાવતા દર્શન સુથાર નામના શિક્ષકે સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી નાંખતું કૃત્ય આચર્યું હતું. દર્શન સુથારના વર્ગમાં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થિ ઇંગ્લીશ વિષયમાં નબળી હોવાથી તેને વધુ અભ્યાસ કરાવવા તેના ઘરે જતાં હતાં. માર્ચ માસ દરમિયાન તેઓએ તેના ઘરે જઇ ટ્યુશન શરૂ કરી દીધું હતું.
આ દરમિયાન વિદ્યાર્થિનીના ઘરે કોઇ ન હોવાથી દર્શન સુથારની દાનત બગડી હતી અને તેણે કોમ્પ્યુટરના પેપરમાં માર્ક્સ નહીં અપાવે તેમ જ બોર્ડની પરીક્ષાના પેપર તેઓ ચેક કરીના છે તેથી પરીક્ષામાં પાસ નહીં કરે તેવી ધમકીઓ આપી વિદ્યાર્થિનીનું શારીરિક શોષણ શરૂ કર્યું હતું. શિક્ષક અવાર-નવાર મરજી પડે ત્યારે દૂષ્કર્મ આચરતાં હોવાથી વિદ્યાર્થિનીએ વિરોધ કર્યો હતો.
શિક્ષક વિદ્યાર્થિનીને ધમકી પણ આપતો હતો કે, આ બાબતે કોઇને જાણ કરીશ તો હું તને અને તારા ઘરના માણસોને જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી. ત્યાર બાદ એક વાર વિદ્યાર્થિનીને હિમત કરીને આ બાબતે વિદ્યાર્થિનીએ માતા પિતાને વાત કરતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.