અંધભક્ત બનેલા તમારા મિત્રોને આ સાચી ઘટના ખાસ વંચાવજો, નહિતર જેલમાં ટીફીન દેવા કોઈ નહિ જાય

Published on Trishul News at 5:58 PM, Wed, 16 August 2023

Last modified on August 16th, 2023 at 5:59 PM

જાણીતા પત્રકાર તુષાર દવે (Tushar Dave) હાલમાં સોશિયલ મીડિયામાં છાકટા બનીને બેફામ ધર્મ સંબંધી અને અશ્લીલ સાહિત્ય મુકતા ગરમ લોહીના યુવાનોને તાજેતરનું એક ઉદાહરણ આપીને  અંધભક્તો ને સમજાવવા પ્રયત્ન કરવા સલાહભરી ફેસબુક પોસ્ટના માધ્યમથી શું સમજાવી રહ્યા છે વાંચો:  નુંહ હિંસા પહેલા ઉશ્કેરણીજનક વીડિયો મુકનારા બીટ્ટુ બજરંગી (Bittu Bajrangi VHP Connection) સામે કેસ નોંધાયા બાદ હવે ખુદ વિશ્વ હિન્દુ પરિષદે ટ્વીટ કરીને એનાથી અંતર કરી લીધું છે ને સ્પષ્ટતા કરી છે કે બીટ્ટુ અને બજરંગ દળનો કોઈ સંબંધ નથી અને એણે ફેરવેલા ઉશ્કેરણીજનક વીડિયોઝને પણ વિહિપ યોગ્ય નથી માનતું. સારું કર્યું. આવું જ થવું જોઈએ.

દરેક ધર્મમાં આવા મુરખાઓ હોય છે. એક આખી પેઢીને આવા બીટ્ટુઓના પ્રભાવમાં આવતી અટકાવવી જરૂરી છે. નેતાઓને ચૂંટણીમાં મત લણી લેવા હોય છે ને આવાઓને પક્ષમાં ગાભામારુંથી માંડીને બોર્ડ-નિગમોના નાના-મોટા હોદ્દા મેળવી લેવા હોય. જેમાં એમને પારકા છોકરાવને હુલ્લડીયા બનાવવા હોય. નવાણિયાઓ ભણવાના બદલે આવામાં ક્યાંક હાથો બનીને કુટાઈ જાય ને પછી કોઈ પડખે ન ઉભું રહે. જેલમાં કોઈ ટિફિન આપવા પણ ન જાય ને કેરિયર પર ધબ્બો લાગી જાય એ અલગ.

VHPની સ્પષ્ટતા જોઈને હજુ થોડા દિવસ પહેલા જ 2002 રમખાણોના કવરેજમાં હિંદુત્વના ચહેરા તરીકે વપરાયેલા અશોક મોચી વિશેની પોસ્ટ યાદ આવી રહી છે. જેની લિંક કોમેન્ટમાં આપી રહ્યો છું. ત્યારે પણ લખેલું કે રમખાણોના કેસમાં જેલમાં ગયા હોય એમને જરા પૂછજો કે ઉન્માદ શાંત થાય પછી ત્યાં ટિફિન દેવા કોણ આવતું હતું. ઘરનું ટિફિન પણ પામ્યા હતા કે નહીં?

જો વોટ્સએપ યુનિવર્સિટી, ગોદી મીડિયા, આઇટી સેલ અને ટ્રોલર્સ મન્ડળીના પાપે બુલડોઝરરાજમાં તમે મનથી હુલ્લડખોર બની ગયા હોવ, તમને પોતે હિન્દુત્વની સેવા કરનારા સૈનિક હોવાનો ભ્રમ થઈ ગયો હોય, હુલ્લડ કરવાની કે સંતાનોને રમખાણીયા બનાવવાની ઈચ્છા થઈ ગઈ હોય તો VHPનું આ ટ્વિટ જોઈ લેજો અને કોમેન્ટમાં અશોક મોચીની લિંક આપી છે જોઈ લેજો. સાંભળી લેજો કે 2002ના હુલ્લડ અને કહેવાતા હિંદુત્વનો પોસ્ટર બોય પારકા છોકરાને હત્યારા અને હુલ્લડખોર બનાવવાના ગુજરાત મોડલ અને નરેન્દ્ર મોદી વિશે શું કહે છે.

Be the first to comment on "અંધભક્ત બનેલા તમારા મિત્રોને આ સાચી ઘટના ખાસ વંચાવજો, નહિતર જેલમાં ટીફીન દેવા કોઈ નહિ જાય"

Leave a comment

Your email address will not be published.


*