BSF jawan Sanjay Dubey martyred: 15 ઓગસ્ટ, 2023ના રોજ જ્યારે આખો દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે બિહારના ઔરંગાબાદમાં એક શહીદ સૈનિકને ભીની આંખો સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. મંગળવારે ઔરંગાબાદના ઓબ્રામાં ભારત માતાના પુત્ર શહીદ સંજય દુબેની(BSF jawan Sanjay Dubey martyred) અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. મોટા પુત્ર સ્વસ્તિકે સ્મશાનગૃહમાં અશ્રુભીની આંખે પિતાની ચિતા પ્રગટાવી હતી. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સૈનિક સંજય દુબેને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ સશસ્ત્ર સલામી આપી વિદાય આપી હતી.
સંજય દુબેનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
હકીકતમાં, 3 દિવસ પહેલા એટલે કે 12 ઓગસ્ટના રોજ રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાકિસ્તાન ડ્યુટી પર જઈ રહેલા BSF જવાનોની ટ્રકને અકસ્માત નડ્યો હતો. લંગતાલા પાસે એક બેકાબૂ ટ્રક પલટી જતાં લગભગ 16 જવાન ઘાયલ થયા હતા. જેમાં સંજય દુબેનું મોત થયું હતું. 40 વર્ષીય જવાન સંજયના મોતના સમાચાર શનિવારે મોડી રાત્રે BSFની જેસલમેર ઓફિસથી ઓબરા પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યા હતા.
સેકંડો લોકોએ આપી અશ્રુભીની આંખે અંતિમ વિદાય
સોમવારે જ્યારે શહીદના મૃતદેહને તિરંગામાં લપેટીને ઓબ્રા લાવવામાં આવ્યો ત્યારે દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. પુત્રને તિરંગામાં લપેટાયેલો જોઈને માતા-પિતા રડી પડ્યા હતા. જ્યારે તેની પત્ની ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. પરિવાર-પડોશીઓ અને સંબંધીઓએ શહીઝ જવાનેના પરિવારની સંભાળ લીધી. ત્યારબાદ સોમવારે સવારે લગભગ 8 વાગ્યે શહીદ સૈનિકની અંતિમયાત્રા નીકળી હતી. તેમને લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
સંજય દુબેની 2002માં BSFમાં થઈ હતી પસંદગી
સંજય દુબે દેશભક્તિનું સ્વપ્ન લઈને આગળ વધી રહ્યા હતા. વર્ષ 2002માં તેની પસંદગી BSFમાં થઈ હતી. તેમને બે પુત્રો છે. સ્વસ્તિક 12 વર્ષનો છે જ્યારે શુભ 10 વર્ષનો છે. પુત્રના અવસાનથી માતા-પિતા બંને અત્યંત દુઃખી છે. હવે તેને ચિંતા છે કે દુ:ખના આ પહાડ તોડીને તેનો પરિવાર કેવી રીતે સંભાળશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube