‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ શો ની આ અભિનેત્રી આવી કોરોનાની ઝપેટમાં, તબિયત એકદમ નાજુક

હાલમાં કોરોના મહામારીનો શિકાર અનેક લોકો બની રહ્યાં છે ત્યારે TV જગતમાં ખુબ જ પ્રખ્યાત ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ને લઈ એક દુઃખદ સમાચાર…

હાલમાં કોરોના મહામારીનો શિકાર અનેક લોકો બની રહ્યાં છે ત્યારે TV જગતમાં ખુબ જ પ્રખ્યાત ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ને લઈ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યાં છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં કામ કરનાર અભિનેત્રી દિવ્યા ભટનાગરને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું છે. દિવ્યાની હાલત ખુબ જ નાજુક છે.

તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. આ વાતની જાણ થતાં અભિનેત્રીની માતા તથા ભાઈ પણ દિલ્હીથી મુંબઈ આવી ગયા છે. TV શો નાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ તથા ‘તેરા યાર હૂં મૈં’ માં નજરે પડનારી દિવ્યાની તબિયત વધુ બગડતા તેને 26 નવેમ્બરનાં રોજ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી.

દિવ્યાને ન્યૂમોનિયા થયો હતો. અભિનેત્રીની માતાએ જણાવ્યા મુજબ જ્યારે અમને દિગ્યાની પરિસ્થિત્તિ અંગે જાણ થઈ તો હું અને મારો દિકરો મુંબઈ આવી ગયા છીએ. દિવ્યાની પરિસ્થિતિ હજુ પણ ખુબ નાજુક છે તેમજ તે વેન્ટિલેટર સપોર્ટ પર છે. દિવ્યા ભટનાગરના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટથી તેનો એક ફોટો શેર કર્યો હતો.

જેમાં દિવ્યા હોસ્પિટલમાં બેડ પર સુતી હતી. ફોટોના કેપ્શનમાં દિવ્યા માટે એના ચાહકોને પ્રાર્થના કરવાની અપીલ કરવામાં આવી હતી. દિવ્યાની માતાએ કહ્યું હતું કે, અભિનેત્રીના લગ્નમાં ખુબ મુશ્કેલીઓ ઉભી થઈ રહી હતી, જેને લીધે તે ખુબ જ પરેશાન હતી.

દિવ્યા ભટનાગરે વર્ષ 2019ના ડિસેમ્બર માસમાં ગગન નામના યુવકની સાથે લગ્ન કર્યા હતાં. ગગન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કરે છે તથા કેટલાંક રિયાલિટી શો ની સાથે સંબંધિત છે. દિવ્યા હાલમાં તેના ઘરમાં એકલી જ રહેતી હતી. કારણ કે, ગગન પોતાનો સામાન લઈને ઘર છોડી ગયો હતો.

દિવ્યા ભટનાગરને ‘તેરા યાર હૂં મેં’ નું શૂટિંગ કર્યું ત્યારે જ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં દિવ્યાનો કોરોના રિપોર્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો. દિવ્યાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી સીરિયલ સાથે જોડાયેલા બધાં લોકોએ પોતાનો ટેસ્ટ કરાવવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *