ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કર(Vaishali Takkar)ના આપઘાત કેસ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલ છે કે વૈશાલી ઠક્કર આપઘાત કેસમાં ઈન્દોર પોલીસે(Indore Police) તેના પૂર્વ બોયફ્રેન્ડ રાહુલ નવલાની(Rahul Navlani)ની ઈન્દોરથી જ ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે, રાહુલ આ કેસમાં મુખ્ય આરોપી છે.
વૈશાલીની આત્મહત્યા કેસમાં ઈન્દોર પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે, વૈશાલીએ પોતાની સુસાઈડ નોટ અને પર્સનલ ડાયરીમાં ઈશારો કર્યો છે કે તેને આ પગલું ભરવા માટે મજબૂર કરવામાં આવી છે. તે તેના પૂર્વ બોયફ્રેન્ડ રાહુલ નવલાનીથી નારાજ હતી અને તેના કારણે અભિનેત્રીએ ઈન્દોરમાં તેના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
આ પહેલા ઈન્દોર પોલીસે કહ્યું હતું કે આ મામલામાં નામ સામે આવ્યા બાદ રાહુલ દેશ છોડવાની તૈયારી કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, વૈશાલી ઠક્કરે 16 ઓક્ટોબરે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. તે તેના લગ્ન માટે ઈન્દોર સ્થિત તેના ઘરે પહોંચી હતી, પરંતુ તેના પૂર્વ બોયફ્રેન્ડ રાહુલ નવલાનીના બ્લેકમેઈલિંગથી કંટાળીને વૈશાલીએ આપઘાતનું પગલું ભર્યું હતું.
વૈશાલી ઠક્કરના ભાઈ નીરજે તાજેતરમાં જ કહ્યું હતું કે વૈશાલીના લગ્ન ચાર દિવસ પછી થયા હતા. આ પહેલા પણ એક વખત રાહુલના કારણે અભિનેત્રીની સગાઈ તૂટી ગઈ હતી, જેના કારણે તે ખૂબ જ દુઃખી થઈ હતી. બીજી તરફ વૈશાલીએ સુસાઈડ નોટમાં જણાવ્યું કે રાહુલ કઈ રીતે તેને ટોર્ચર કરતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.