હાલમાં TV જગતનાં સૌથી વધારે લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને લઈ એક દુઃખનાં સમાચાર સામે આવી રહ્યાં છે. TV સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના લેખકો પૈકીના એક અભિષેક મકવાણાએ આપઘાત કરી લીધો છે, જેની સુસાઇડ નોટ પણ મળી આવી છે.
અભિષેક ખુબ લાંબા સમયથી આ સીરિયલ માટે લેખક તરીકે કામ કરી રહ્યો હતો. પોલીસ દ્વારા સામે આવી રહેલ જમાહિતી પ્રમાણે અભિષેકે આપઘાત કરતાં પહેલા એક સુસાઇડ નોટ પણ મળી આવી છે કે, જેમાં ‘આર્થિક પરેશાનીઓ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અભિષેકે ગત સપ્તાહમાં આપઘાત કરી લીધો હતો તેમજ પરિવારનો આક્ષેપ રહેલો છે કે, તે સાઇબર છેતરપિંડીનો શિકાર બન્યો હતો તેમજ તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો. અભિષેકના પરીવારજનો અને મિત્રોનો આક્ષેપ રહેલો છે કે, તેના મોત બાદથી જ તેની સાથે છેતરપિંડી કરનાર તરફથી સતત ફોન આવી રહ્યા છે કે, તેમના પૈસા પરત કરી દો.
કારણ કે, અભિષેકે તેમને લોનમાં ગેરંટર બનાવ્યા હતા.અભિષેક મકવાણા 27 નવેમ્બરે પોતાના કાંદિવલીના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. ત્યારપછી ચારકોપ પોલીસે આ મામલામાં એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો. આ મામલામાં પરિવારના નિવેદન નોંધવામાં આવ્યા છે.
અભિષેકના ભાઈ જેનિસે ખુલાસો કરવામાં આવ્યો છે કે, અભિષેકના ઇ-મેઇલ્સથી ફાઇનાન્સિયલ ફ્રોડની વાત સામે આવી છે. આની ઉપરાંત પોલીસના જણાવ્યા પ્રમાણે અભિષેકની સુસાઇડ નોટમાં પણ આર્થિક છેતરપિંડીની વાત સામે આવી છે, જે તેઓ ઘણા મહિનાથી સહન કરી રહ્યા હતા પરંતુ અભિષેકે આ બાબતે કોઈને કંઈ કહ્યું ન હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle