બજારમાં આવી નવી ગાડી, જે ફક્ત 5 રૂપિયામાં દોડશે 75 કિલોમીટર- જાણો કિંમત

TVSએ તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર આઇ ક્યુબ ભારતમાં લોન્ચ થઈ ગયું છે, તેની કિંમત 1.15 લાખ રૂપિયા છે. કંપનીનો દાવો છે કે, આઇક્યૂબ ઇલેક્ટ્રિક સ્કૂટર (iQube Electric Scooter)માં રોજ 30km લેખે પાંચ વર્ષમાં 60 હજાર રૂપિયાનો ઈંધણ જેટલો ખર્ચ થશે અને 75km સફર પૂરો કરવામાં માત્ર 5 રૂપિયાનો વીજળી ખર્ચ થશે.

આ ગાડી ખરીદવા શું કરવું તો, ફક્ત 5000 રૂપિયામાં સ્કૂટર બુક કરાવી શકાય છે. સ્કૂટરની ખરીદી પર ચાર્જિંગ કેબલ અને ચાર્જિંગ એડેપ્ટર આપવામાં આવશે. આ સિવાય સ્કૂટરની ખરીદી પર 3 વર્ષ અથવા 50 હજાર કિ.મી.ની વોરંટી ઉપલબ્ધ છે. સ્કૂટર્સને 5A સોકેટ દ્વારા ક્યાંય પણ ચાર્જ કરી શકાશે. એપ્લિકેશન દ્વારા નજીકનું ચાર્જિંગ સ્ટેશન પણ શોધી શકાય છે. સ્કૂટરમાં TVS Smart Connectની કનેક્ટિવિટીની ટેકનોલોજી પણ છે, જેનાથી નેવિગેશન, રીમોટ ચાર્જિંગ સ્ટેટસ, જિઓ ફેન્સીંગ, ઇનકમિંગ કોલ્સ અને ટોપ સ્પીડ, સરેરાશ સ્પીડ, રેન્જ વિશેની માહિતી મેળવી શકાય છે.

સ્કૂટરમાં 3 લિથિયમ આયન બેટરી પેક છે, જે મોટર દ્વારા 4.4 કેડબલ્યુ આઉટપુટ આપે છે. સ્કુટરને ઈકો મોડમાં સિંગલ ચાર્જમાં 75 કિમી સુધી ચલાવી શકાય છે. આ સ્કુટરની ટોપ સ્પી 78 કિમી પ્રતિકલાક છે. સ્કુટર 4.2 સેકન્ડમાં ઝીરોથી 40 કિમી પ્રતિ કલાકની ગતિએ રેસ આપી શકાશે. સ્કુટરમાં બે મોડ ઈકોનોમી અને પાવર મોડ ઉપલબ્ધ છે.

આ ગાડીની વધુ માહિતી જાણીએ તો, આ મુજબ છે. વજન: 118 કિલો, ગ્રાઉન્ડ ક્લિઅરન્સ: 150 મીમી, ફ્રન્ટ બ્રેક: 220 મીમી, ડિસ્ક રીઅર બ્રેક: 130 મીમી, પીક ટોર્ક: 140 ન્યૂટન મીટર, ફ્રન્ટ ટાયર: 90 / 90-12 ટ્યુબલેસ, રીઅર ટાયર 90 / 90-12 ટ્યુબલેસ, ફ્રન્ટ સસ્પેન્શન: ટેલિસ્કોપિક, રીઅર સસ્પેન્શન: હાઇડ્રોલિક ટ્વીન ટ્યુબ શોક અબ્જર્બર, ગ્રાઉન્ડ અને ડસ્ટ રજિસ્ટ્રેશન: IP67

રિ-જનરેટિવ બ્રેકિંગ, નેવિગેશન આસિસ્ટન્ટ, સ્ટાર્ટ રાઈડ સ્ટૈટિક્સ, રેન્જ ઈન્ડીકેટર, બેટરી ચાર્જ સ્ટૈટિક્સ, ઓવર સ્પીડ એલર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *