મોટાભાગના લોકો ટ્વીન્સ બાળકો તરફ ખુબ જ આકર્ષિત થતા હોય છે. તેમાં પણ ખાસ કરીને આઈડેન્ટિકલ ટ્વિન્સને જોઈને તમામ લોકોને નવાઈ લાગે છે. આઈડેન્ટિકલ ટ્વિન્સ એક જેવા લાગે છે, આટલું જ નહીં તેમની આદતો પણ એક જ જેવી હોય છે. અમેરિકામાં રહેતી બ્રિટની તથા બ્રાયના પણ આઈડેન્ટિકલ ટ્વિન છે. તેમણે નાનપણથી લઈ જવાની સુધી સાથે જ રહ્યાં છે અને દરેક કામ સાથે કર્યાં છે. બંને એક જેવા કપડાંમાં જ જોવા મળતી. જોકે, આ બંનેએ જ્યારે આઈડેન્ટિકલ ટ્વિન્સ ભાઈઓ સાથે લગ્ન કર્યા ત્યારે તેઓ ચર્ચામાં આવી હતી. હાલમાં જ બંને બહેનોએ લગભગ એક જ સમયે બાળકને જન્મ આપ્યો છે.
2017માં થઈ હતી મુલાકાત
જૌશ તથા જેરેમી સાલેયરની મુલાકાત બ્રિટની અને બ્રાયના નામની બે બહેનો સાથે 2017માં થઈ હતી. જોડિયા બહેનોએ આ ભાઈઓ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બંનેએ એકબીજાને છ મહિના ડેટિંગ કર્યું હતું. લગ્ન બાદ ચારેય સાથે રહેવા લાગ્યા હતા.
એક ઈન્ટરવ્યૂમાં બહેનોઓએ ખુલાસો કર્યો હતો કે, અનેક વાર તેમને પતિ અંગે કન્ફ્યૂઝન થઈ જાય છે. ઘણીવાર તે એકબીજાના બેડરૂમમાં જતા રહે છે. બેડરૂમમાં ગયા બાદ પણ તેમને ખ્યાલ આવતો નથી કે આ તેમનો પતિ નથી. જોકે, સ્પેસિફિક માર્ક્સને કારણે તે પતિઓને ઓળખી લે છે. જોડિયા હોવાને કારણે તેમને આ મુશ્કેલી પડે છે.
સાથે જ કર્યું હતું ફેમિલી પ્લાનિંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિટની તથા બ્રાયના નાનપણથી દરેક કામ સાથે કરતાં આવ્યા છે. બંનેએ સાથે જ સ્કૂલિંગ પૂરું કર્યું. આ ઉપરાંત ગ્રેજયુએશન પણ સાથે જ કર્યું. ત્યાં સુધી કે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ સાથે બનાવ્યું હતું. બંને વચ્ચે ખાસ બોન્ડિંગ છે અને પછી ફેમિલી પ્લાનિંગ પણ સાથે કર્યું હતું. બંનેના ત્યાં દીકરાનો જન્મ થયો હતો.
હવે એક જ ઘરમાં રહે છે સાથે
બ્રિટની તથા બ્રાયના પતિ સાથે એક જ ઘરમાં રહ્યાં છે. માતા બન્યા બાદ બંને સાથે જ બાળકોની દેખરેખ રાખે છે. આ ચારેયને સાથે રહેવું બહુ જ ગમે છે. જોકે, બંને બહેનો પોતાના પતિને કેવી રીતે ઓળખી જાય છે, તે સવાલ તેમની તસવીરો જોઈને ઘણાં લોકોને થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.