રવિવાર રજાનો દિવસ ગુજરાત માટે અપશુકનિયાળ પુરવાર થયો છે. અમદાવાદ- લિંબડી હાઈવે રક્ત રંજીત બન્યો છે. વહેલી સવારે બે કલાકમાં બે અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યા છે. તો વળી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રથમ અકસ્માત ગત રાત્રે સુરેન્દ્રનગરના દેવપરા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના પરિવારના 5 લોકોનાં મોત થયા છે જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. અમદાવાદનો પરિવાર સોમનાથ દાદાના દર્શન કરી પરત આવી રહ્યો હતો ત્યારે કાળનો કોળિયો બની ગયો હતો.
બીજા અકસ્માતમાં અમદાવાદના દક્ષિણ ભારતીય પરિવારના 1 નાગેન્દ્ર, 2 સુબ્રમણ્યમ તંબારાવ, 3 રાજેશ્રી સુબ્રમણ્યમ, 4 ગણેશ સુબ્રમનીયમ, અને 5 અકિલ પ્રસાદનું કમાટી ભર્યું મોત નિપજયું. ત્યારે આ અકસ્માતમાં 1 નાગેન્દ્ર પ્રસાદ, 2 માધુરી શ્રીનિવાસ, 3 કુચલીતા, 4 રુચિતા અને ઈનોવા ડ્રાઇવર સોહન કેવલાજી ગંભીર ઇજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા એક વર્ષથી અમદાવાદ- રાજકોટ હાઈવે પર સિક્સ લેનનું કામ ચાલે છે. અનેક ડાયવરઝન અને નાના રોડના કારણે અકસ્માત થાય છે. તેવામાં અકસ્માતોની વણથંભી વણઝારથી નેશનલ હાઇવે લોહીલૂહાણ બન્યો છે.
સુરેન્દ્રનગર દેવપરા ગામ નજીકનો અકસ્માત
રાજકોટ- સુરેન્દ્રનગર હાઈવે પરના લીંબડીના દેવપરા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના પરિવારના 5 લોકોનાં મોત થયા છે. જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. અમદાવાદનો પરિવાર સોમનાથ દાદાના દર્શને જઈ રહ્યો હતો ત્યારે કાળનો કોળિયો બની ગયો હતો. અકસ્માતમાં 2 મહિલા અને 3 પુરુષ સહિત પાંચ લોકોના મોત નીપજ્યાં હતાં. જ્યારે બે બાળકો સહિતના ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. અમદાવાદનો આ પરિવાર કોણ છે તેની ઓળખ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા
અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક લિંબડીની રા.રા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ પોલીસ અને ટ્રાફિક વિભાગે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તનો લિંબડી રેફરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.