ગુજરાતભરમાં મેહુલિયો અનરાધાર: 4 કલાકમાં 61 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાલાલામાં પોણા બે ઈંચ વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ

Gujarat Rain Update Latest News: ગુજરાતમાં હવામાનની આગાહી અનુસાર આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. વિગતો અનુસાર અત્યાર સુધી રાજ્યના 61 તાલુકામાં વરસાદ (Gujarat Rain Update Latest News) પડી ચુક્યો છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ તાલાલામાં 1.8 ઈંચ વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે, આજે વહેલી સવારથી ઘણી જગ્યાએ શરૂ થયેલ વરસાદને કારણે કૃષિપાકને ઘણી નુકશાનની પોહચી હતી.

સૌથી વધુ વરસાદ તાલાલામાં પડ્યો
આજે વહેલી સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 61 તાલુકામાં કમોસમી વરસાદ પડી ચુક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાલાલામાં 1.6 ઈંચ તો પાટણ-વેરાવળમાં 1.3 ઈંચ, વંથલીમાં 1.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ઉનામાં 0.66 ઈંચ, સૂત્રાપાડામાં 0.59 ઈંચ, કેશોદમાં 1.14ઈંચ અને ખાંભામાં 0.51 ઈંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલ કમોસમી માવઠું હજી પણ ઘણા વિસ્તારોમાં યથાવત ચાલી રહ્યો છે.

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે આજે ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી છે.મળતી માહિતી અનુસાર, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. જેને લઈ હવે આજથી ગુજરાતના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે.

ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી
આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અત્રે જણાવીએ કે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

કચ્છ, ડાંગ, વલસાડમાં પણ આગાહી
મળતી માહિતી અનુસાર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, કચ્છ, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમા વાદળ છાયુ વાતાવરણ છવાયું છે. જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં તમામ અનાજ અને માલ સામાન યોગ્ય જગ્યા મુકવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *