સુરતમાં અડાજણ બ્રિજ પર ખાનગી એમ્બ્યુલન્સમાં કપલના રોમાન્સનો વિડીયો વાયરલ

Couple Romance in Ambulance: આજકાલ કપલ બધી શરમ નેવે મૂકી રહ્યાં છે. શરમ ભૂલીને હવે જાહેરમાં એવી હરકતો કરી રહ્યા છે કે, જોનારા પણ શરમાઈ જાય. સુરત શહેરમાં શર્મનાક ઘટના સામે આવી રહી છે. એક ખાનગી એમ્બ્યુલન્સમાં કપલના રોમાન્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સુરતના અડાજણ બ્રિજ પર દોડતી એમ્બ્યુલન્સમાં કપલ રોમાન્સ(Couple Romance in Ambulance) કરતુ જોવા મળી રહ્યું છે. હાલમાં એમ્બ્યુલન્સમાં કપલના રોમાન્સનો વીડિયો ખુબ વાયરલ થયો છે.

સુરતમાં આવેલા અડાજણ બ્રિજ પર ખાનગી એમ્બ્યુલન્સમાં એક કપલ શરમજનક હરકત કરતું જોવા મળી રહ્યું. કપલની પ્રેમલીલા રસ્તા પરથી પસાર થતા અનેક લોકોએ જોઈ રહ્યા છે. એમ્બ્યુલન્સના કાચમાંથી કપલની આ અશ્લીલ હરકતો સ્પષ્ટ દેખાઈ રહી છે. જેથી જોનારાએ તેનો વીડિયો બનાવ્યો હતો. દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સમાં કપલનો પ્રેમલીલાનો વિડીયો વાયરલ થયો છે.

એમ્બ્યુલન્સમાં અશ્લીલ હરકત ચર્ચામાં આવી રહી છે. આ એમ્બ્યુલન્સ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નામે રજિસ્ટ્રેશન થયેલી છે. એમ્બ્યુલન્સનું રજિસ્ટર એડ્રેસ વૈભવ બ્લોક ન્યુ નર્સિંગ ક્વાર્ટર, સુરત સિવિલ હોસ્પિટલ બતાવે છે. એમ્બ્યુલન્સ રજિસ્ટ્રેશન આ નામે અને એડ્રેસ પર ઓનલાઇન બતાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *