સુરતમાં ગરબે ધૂમ્યા ડોકટરો: 150 થી વધુ તબીબોએ અલગ-અલગ કૃતિઓ કરીને અંગદાનનો આપ્યો અનોખો સંદેશ

Published on Trishul News at 11:07 AM, Wed, 1 November 2023

Last modified on November 1st, 2023 at 11:08 AM

Surat Doctors played Garba: લોકોના સ્વસ્થ માટે સતત ચિંતા કરતા ડોકટરો ઘણીવાર તહેવારોથી વંચિત રહી જતા હોય છે. આપણે જયારે તહેવાર મનાવતા હોઈએ છીએ, ત્યારે ડોક્ટર લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોય છે. આમ નવરાત્રીનો તહેવાર વીત્યા બાદ સુરત મેડીકલ કન્સલ્ટન્ટ એસોસિએશન, સુરત પીડીયાટ્રીક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ અને એસોસિએશન ઓફ ફીઝીસિયનના સંયુક્ત ઉપક્રમે સી.બી. પટેલ હેલ્થ ક્લબ ખાતે ગરબોત્સ્વનું આયોજન(Surat Doctors played Garba) કરવામાં આવ્યું.

જનની જગદંબાની મહા આરતી સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ ગરવા મહોત્સવમાં આખા સુરત શહેરમાંથી આશરે 1,500થી વધુ ડોક્ટરોએ હાજરી આપી હતી. જેમાં 150 થી વધુ ડોકટરોએ પોતાના વ્યસ્ત ટાઇમ ટેબલમાંથી સમય કાઢીને એક મહિનાની મહેનત કરીને કૃતિઓ રજુ કરી હતી. હમશા ગંભીર મુદ્રામાં અને શાંત લગતા ડોકટરો અહિયાં સંગીતના તાલ પર ઝૂમી ઉઠ્યા હતા. તમામ કૃતિઓમાં મુખ્ય બે કૃતિઓએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું, જેમાં હાલમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખિત ગરબા પર ડોકટરોએ કૃતિ કરી હતી તેમજ હાલમાં સુરત અંગદાન સીટી તરીકે પણ ઓળખાય છે માટે અંગદાનનું મહત્વ સમજાવતી એક સુંદર કૃતિ રજુ કરવામાં આવી હતી.

સ્વાસ્થ્ય અને સાધનાના સંગમ સમાન આ કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે મ્યુનીસીપલ કમિશ્નર શ્રીમતી શાલીનીબેન અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ઉદબોધનમાં સુરત શહેરમાં ઉજવાતા તહેવારો બાબતે પોતાનો સકારાત્મક અનુભવ રજુ કર્યો હતો. સાથે જ તેમણે કોરોનાકાળને યાદ કરીને કોરોના વોરિયરને બિરદાવ્યા હતા અને ડોક્ટર દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું તે બદલ આયોજકોને શુભકામનાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમને સફળ બનવવા માટે સુરત મેડીકલ કન્સલ્ટન્ટ એસોસિએશનના પ્રમુખ ડૉ.પારુલબેન વડગામા, સુરત પીડીયાટ્રીક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. મનીષ શર્મા અને એસોસિએશન ઓફ ફીઝીસિયનના પ્રમુખ ડૉ. અજય જૈનએ ખુબ જ અગત્યનો ફાળો આપ્યો હતો. આ ઇવેન્ટના સ્પોન્સર પીપી મણીયા હોસ્પિટલ અને વાસુપૂજ્ય એમ્પાયર ઈલેવન રહ્યા હતા.

Be the first to comment on "સુરતમાં ગરબે ધૂમ્યા ડોકટરો: 150 થી વધુ તબીબોએ અલગ-અલગ કૃતિઓ કરીને અંગદાનનો આપ્યો અનોખો સંદેશ"

Leave a comment

Your email address will not be published.


*