સુરત શહેરમાં ભાજપની પૂર્વ અને વર્તમાન મહિલા કોર્પોરેટરનો વિવાદ વખર્યો છે. ભાજપના વોર્ડ નંબર 15ની ભાજપની પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર જાહેરમાં જ બાખડી પડી હતી અને જાહેરમાં જ અપશબ્દો બોલીને બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.
આ ઘટના વૃક્ષા રોપણ કાર્યક્રમમાં બની હતી. વૃક્ષા રોપણ કાર્યક્રમમા બંને એક બીજા સાથે ઝઘડી પડ્યા હતા અને ભારે બોલાચાલી પણ થઇ હતી જેમને જોઇને આજુ બાજુમાં રહેતા સ્થાનિક લોકો સ્તબ્ધ થઇ ગયા હતા.
ભાજપના પૂર્વ કોર્પોરેટર મંજુલા દુધાતે વર્તમાન કોર્પોરેટર રૂપાબેન પંડ્યાને કહ્યું કે “તું છાનીમાની નીકળ, તે કેવા ધંધા કર્યા, બધી જ મને ખબર છે.”
ત્યારે તેમના પ્રતિ ઉત્તરમાં વર્તમાન કોર્પોરેટર રૂપા પંડ્યાએ ગાળો ભાંડી અને સામે રહેલા કોર્પોરેટરને કહ્યું કે, એ કોને કે છે તું, તું ખોટા પૈસા ખા આખા ગામના.
રૂપા પંડ્યા અને મંજુલા દુધાત વચ્ચે થયેલી બોલાચાલીમાં ભાન ભૂલેલા કોર્પોરેટર ઝઘડ્યા અને એક બીજા પર રોષ ઠાલવતા કહ્યું કે તું તારી માને ઝધ્ધે… તું કેવા ધંધા કરે છે મને ખબર છે, તું છાની માની નીકળ,તું ખોટા પૈસા ખાય છે આખા ગામના, એક (થપ્પડનો ઈશારો) ભેગી ફેરવી નાખીશ. આ સમગ્ર વિવાદને લઈને આજુબાજુના સ્થાનિક લોકો પણ જોતા જ રહી ગયા હતા.
બંને મહિલા કોર્પોરેટર વચ્ચે ભારે માથાકૂટ થઇ હતી અને બોલાચાલી પણ થઇ હતી, બોલાચાલીને કારણે સમગ્ર વિવાદ અપશબ્દો પર આવી પહોચી અને બંને કોર્પોરેટર એક બીજાને જેમ તેમ બોલવા લાગ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.