રાજ્યમાં ઉત્તરોતર માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. મોટાભાગના અકસ્માતમાં લોકોના મોત થઈ જતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના રાજ્યના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે. શહેરના CTM રામોલ ઓવરબ્રિજ પર રાત્રે એક અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં 2 બાઈક સામસામે અથડાતા એક બાઈકસવાર યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે બીજા બાઈક પર સવાર દંપતી રોડ પર પટકાઈ જતા ગંભીર છે. બંનેને 108ની મદદથી મણિનગરની LG હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. અકસ્માતની આ ઘટના પછી ટ્રાફિક જામ સર્જાયો હતો.
મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી:
મળી રહેલ જાણકારી પ્રમાણે રવિવારે રાત્રીના સમયે CTM રામોલ ઓવરબ્રિજ પર 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો કે, જેમાં એક 23 વર્ષનાં યુવકનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૃતક યુવકની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. જ્યારે બીજા બાઈક પરનું દંપતી ઘાયલ થયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાંની સાથે જ ખોખરા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
પોલીસે ટ્રાફિક રાબેતા મુજબ કર્યો:
2 બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માત પછી CTM રામોલ ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને કારણે ઘટનાસ્થળ પર દોડી ગયેલ ખોખરા પોલીસે ભારે જેહમત પછી ટ્રાફિકને રાબેતા મુજબ કરવા મહેનત કરવી પડી હતી. અકસ્માત વિશે ડિવિઝન પોલીસને સૂચિત કરીને ખોખરા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.