લગ્નના દિવસે જ દુલ્હાની ગેમ થઇ ગઈ, દુલ્હન સાથે ડાંસ કરતા-કરતા ઉતરી ગયું પેન્ટ- જુઓ વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીયો એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીયો એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. આ દરમિયાન આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

હાલમાં કપલ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેમનું જબરદસ્ત બોન્ડિંગ જોઈને દિલ ખુશ થઈ જાય છે. તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર પતિ -પત્નીનો એક ખૂબ જ રમુજી વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયો જોઈને તમે ખડખડાટ હસી પડશો.

 

View this post on Instagram

 

A post shared by Young Landlord (@younglandlord01)

પતિ -પત્નીના ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. બંનેની કેમેસ્ટ્રી અને કોમિક ટાઈમિંગ આ વીડિયોમાં જોવા લાયક હોય છે. પરંતુ કેટલાક વિડીયો તેમની હરકતોને કારણે રમુજી બની જાય છે, જે આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. વાયરલ થયેલા આ વીડિયોમાં પતિ-પત્ની ઉત્સાહથી ડાન્સ કરી રહ્યા હતા પણ પછી પતિ સાથે કંઈક એવું થયું કે બધાને આશ્ચર્ય થયું.

આ ડાન્સ વીડિયોમાં જોવા મળે છે કે, પતિ એકદમ રોમેન્ટિક છે. તે ડાન્સ કરતી વખતે તેની પત્નીને ચુંબન કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન અચાનક તેનું પેન્ટ નીચે પડી ગયું. જેથી તે પત્નીનો હાથ છોડીને પોતાનું પેન્ટ સરખું કરતો જોવા મળે છે. કેમેરા સામે જોઈને ડાન્સ કરતો પતિ આ કૃત્ય પછી પણ અચકાતો નથી પરંતુ આત્મવિશ્વાસ સાથે પરિસ્થિતિને સંભાળે છે. અત્યાર સુધી લગભગ 5 હજાર લોકોએ આ વાયરલ વીડિયો જોયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *