ગોઝારા અકસ્માતમાં બે ભાઈઓની જિંદગીનો આવ્યો કરુણ અંત, ટ્રકે કચડી નાખતા નીપજ્યા મોત- ‘ઓમ શાંતિ’

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના આગ્રા(Agra) પોલીસ સ્ટેશનના અછનેરા(Achnera) વિસ્તાર હેઠળના કિરાવલી(Kiravali) શહેરમાં શુક્રવારે સાંજે એક દર્દનાક અકસ્માત(Accident) થયો હતો. નગરના લક્ષ્મી ગાર્ડન સામે સર્વિસ રોડ પર પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે ત્રણ ભાઈઓને ટક્કર મારી હતી. અકસ્માતમાં બે ભાઈઓના મોત થયા હતા. જ્યારે ત્રીજાને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘાયલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સાથે જ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હાલ ડમ્પર કબજે કરી લેવામાં આવ્યું છે.

ચાલીને જઈ રહ્યા હતા ત્રણેય ભાઈઓ:
કિરાવલીની બસંત વિહાર કોલોનીમાં રહેતા સુગ્રીવનો 15 વર્ષીય પુત્ર કાન્હા, તેનો નાનો ભાઈ અંશુ અને પિતરાઈ ભાઈ યશુ ઉર્ફે અર્ચિતનો પુત્ર ધીરજ શુક્રવારે સાંજે ફરવા માટે બહાર ગયા હતા. હાઈવેના સર્વિસ રોડ પર લક્ષ્મી ગાર્ડન પાસે કિરાવાળી ચોકી બાજુથી આવતા ડમ્પરે ત્રણેય ભાઈઓને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાન્હા અને યશુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અંશુ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર:
અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. તે જ સમયે, ભવાનપુરામાં રહેતા રવિને અજાણ્યા વાહને ટક્કર મારતાં ઈજા થઈ હતી. પોલીસ દ્વારા ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માતને અંજામ આપીને ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો હતો. ચોકીના ઈન્ચાર્જ અબનીત માને જણાવ્યું કે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ટ્રક ચાલકની શોધખોળ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *