ગુજરાત (Gujarat): પાટણ(Patan)થી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પાટણ શહેરમાં બે કલાકમાં બે સગા ભાઈઓના હાર્ટ એટેક(Heart attack)થી મોત થતા ચકચાર મચી જવા પામી છે. બે સગા ભાઈઓના મોત(Death of two cousins)થી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ દુઃખદ ઘટનામાં મોટાભાઈના મોતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજ માં જોવા મળી રહ્યું છે કે તેઓ રસ્તા પર ચાલીને જઈ રહ્યા છે, ત્યારે અચાનક જ હાર્ટ એટેક આવી જતા તે રોડ પર ઢળી પડે છે.
મળતી માહિતી અનુસાર, પાટણ શહેરની દ્વારકા હોમ સોસાયટીમાં રહેતા અને માર્કેટયાર્ડમાં શ્રીરામ ફર્ટીલાઇઝર નામની દુકાન ચલાવી રહેલ અરવિંદભાઈ પટેલ ગઈકાલના રોજ નાગરિક શાખા બેંકમાં ચેક જમા કરાવવા માટે ગયા હતા. જેથી ચાલીને પાછા ફરતી વખતે તેઓને અચાનક હાર્ટ એટેક આવતા રસ્તા પર જ ઢળી પડ્યા હતા.
આ ઘટનાને લીધે સ્થાનિકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. જેને કારણે તેઓને તાત્કાલિક શહેરની જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આમ અચાનક જ બંને ભાઈઓએ એક સાથે વિદાય લેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. તો બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
મહત્વનું છે કે, એક જ ઘરમાંથી બે સગા ભાઇઓની અર્થી ઉઠતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તો આજુબાજુમાં રહેલા લોકોની આંખો પણ આંસુઓથી ભીની થઈ ગઈ હતી. બંને સગા ભાઈઓની અંતિમવિધિ એકસાથે જ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.