અગમ્ય કારણોસર સુરતના ફલાયઓવર બ્રિજ પરથી આધેડે કર્યો આપઘાતનો પ્રયાસ- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે

ગુજરાત(Gujarat): સુરત(surat)ના વરાછા મેઇન રોડ(Varachha Main Road)ના ફલાયઓવર બ્રિજ પરથી એક આધેડએ કોઈ કારણસર આપઘાત(Suicide)નો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને નજીકમાં રહેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો છે. પરંતુ એ આધેડ કોઈ અગમ્ય કારણસર બ્રિજ ઉપરથી કૂદવાનો પ્રયાસ(Attempting to jump from a bridge) કરી રહ્યો હતો અને ત્યારે આધેડને નીચેથી પોલીસે નેટ પકડીને બચાવી લીધો હતો. પોલીસ નેટ પકડીને નીચે ઉભા હતા તે દરમ્યાન જ બ્રિજ પરથી કૂદકો મારી દીધો હતો. હાલમાં આ અંગેનો વિડીઓ પણ વાયરલ(Viral video) થઇ રહ્યો છે.

ગઈકાલે મધરાત્રે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ વરાછા મેઇન રોડના ફલાયઓવર બ્રિજ પરથી એક આધેડે નીચે કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને માહિતી મળતા જ પોલીસે નીચે નેટ પકડીને આધેડનો જીવ  બચાવી લીધો હતો. નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન પોલીસકર્મીઓનું ધ્યાન જતા પોલીસ કર્મચારીઓ દ્વારા નીચે નેટ પકડીને ઊભા રહ્યા હતા અને ફલાયઓવર બ્રિજ ઉપરથી કૂદતા આધેડને બચાવી લીધા હતા.

મળતી માહિતી અનુસાર, આધેડે વરાછા મેઇન રોડના ફલાયઓવર બ્રિજ પરથી અડધી રાત્રે અઢી થી ત્રણ વાગ્યાના અરસામાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદનસીબે તે વિસ્તારમાં કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ પર હાજર હતો અને પોલીસકર્મીની નજર તે આધેડ પર પડે છે. જેને લઇ પોલીસે નીચે નેટ પકડીને આધેડને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અને પોલીસની સતર્કતાને કારણે આધેડને આપઘાત કરતા બચાવી લેવાયા હતા.

50 વર્ષીય આધેડ વરાછા મેઇન રોડના ફલાયઓવર બ્રિજ પરથી મોતની છલાંગ લગાવીને આપઘાત કરતા હોવાની માહિતી મળી હતી. જેને લઈને પોલીસ નેટ લઈને ઘટના સ્થળે પોચી ગઈ હતી. કાપોદ્રા પોલીસ સ્ટેસનથી લગભગ 500 મીટર દૂર આધેડ ઓવરબ્રિજની પાળી ઉપર ચડી ગયો હતો અને આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેને લઇ પોલીસે તેને રોકવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો. પરંતુ આધેડ કોઈ જ બાબતે સમજતો ન હતો અને કૂદવાનો પ્રયાસ કરતો હતો.

રાત્રિના બે થી અઢી વાગ્યા દરમિયાન આધેડને બચાવ્યા બાદ કાપોદ્રા પોલીસે સમગ્ર ઘટના અંગે જણાવતા કહ્યું હતું કે, આધેડ આપઘાત કરવા માટે જ્યારે ઉપરથી નીચે પડ્યા ત્યારે અમે નેટ પકડીને નીચે ઉભા હતા. પોલીસ ટીમનો આટલો પ્રયાસ હોવા છતાં નેટ પર ખુબ જ ઊચાઇએથી પડતા તે જમીન પર થોડા પટકાયા હતા. જોકે, નેટના કારણે આધેડને માથા અને હાથના ભાગે ઈજા પોહચી હોવાથી તે બેભાન થઈ ગયા હતા. જેના કારણે આધેડને 108 બોલાવીને તાત્કાલિક તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *