અમરેલીના લીલીયા તાલુકાના સલડી ગામ નજીક બે કાર સામસામે ધડાકાભેર અથડાતા ભડભડ સળગી ઉઠી હતી. કારમાં સવાર બે વ્યક્તિઓ કારમાં જ ભડથું થતા તેઓના મૃત્યુ થયા હતા.
સળગી ઉઠેલી કારમાંથી લોકોએ કાચ ફોડી ચાર વ્યક્તિઓને બચાવ્યા
સલડી નજીક બે કાર સળગી ઉઠતા વાહનચાલકો ઉભા રહી મદદ માટે દોડી ગયા હતા અને ગ્રામજનોને ખબર પડતા ઘટનાસ્થળે આવી કારના કાચ ફોડી કારમાં સવાર ચાર વ્યક્તિઓને બચાવ્યા હતા અને તમામ ને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ ઘટના મોડીરાત્રે બની હતી. કલેક્ટર સહિતના અધિકારીઓ પણ મોડીરાત્રે ઘટના સ્થળે દોડી આવી આવ્યા હતા. બંને મૃતકોને પીએમ માટે હોસ્પિટલ ખસેડી પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.