સુરત(Surat): શહેરના ડીંડોલી(Dindoli) વિસ્તારમાંથી દિલ્હીના બે રીઢા ચેન સ્નેચર(Chen Snatcher) ઝડપાયા આ ગેંગ દ્વારા છેલ્લા કેટલાક દિવસ થી સુરત શહેરમાં ચેન સ્નેચિંગને અંજામ આપી રહ્યા હતા. ખાસ એકલ દૂકલ મહિલા ને ટાર્ગેટ કરી તેની ચેન સ્નેચિંગ કરતા હતા. ડીંડોલી પોલીસ એ બાતમી ના આધારે બને રીઢા આરોપી ને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપી વિરૂદ્ધ દિલ્હી(Delhi) સહિત ભારત ના અનેક રાજ્યોમાં ગુનાઓ નોંધાઈ ચૂકયા છે.
સુરતના ડીંડોલી સહિત ખટોદરા અને ડુમસ,વરાછા વિસ્તારમાં કેટલાક સમય થી ચેન સ્નેચિંગ ના બનાવોમાં વધારો થઈ રહ્યો હતો વધતા જતા ચેન સ્નેચિંગ ને લઈ સુરત પોલીસ ની ઊંઘ ઉડી ગઈ હતી. આજ ગુના ને લઈ ઉચ્ચ અધિકારી ઓ એ અલગ અલગ ટિમ બનાવી આ ચેન સ્નેચારો ને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે જ ડીંડોલી પોલીસના સર્વેલન્સ ટિમ ને બાતમી મળી હતી કે, બે ઈસમો શંકા સ્પદ હાલતમાં ડીંડોલી બ્રિજ પાસે ફરી રહ્યા છે બાતમીની આધારે ખરાઈ કરી બને યુવકો ને ડીંડોલી પોલીસ મથકે લઈ જવાયા હતા. ત્યાં તેમની તપાસ કરતા તેમની પાસે બે તૂટેલી હાલતમાં સોનાની ચેન મળી આવી હતી અને તેમની ડીંડોલી પોલીસ એ વધુ પુછ પરછ હાથ ધરી હતી.
હાલમાં તો પોલીસ બંનેઆરોપી પાસે થી બે તૂટેલી સોનાની ચેન અને એક મોબાઈલ સહિત ચાર મોપેડ કબ્જે કર્યા છે. આરોપી કંનૈયા પ્રવીણ અવધ બિહારી(ઉર્ફે મિશ્રા, કોલેજ ના બીજા વર્ષ સુધીનો અભ્યાસ) અને રવિ સુરેશ યાદવ(રહે. દિલ્હી,કમ્પ્યુટર એન્જીનીયર) પોલીસે પકડી પાડવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીની પોલીસએ વધુ પુછ પરછ કરી તો તેઓ ખાસ દિલ્હીથી ટ્રેનમાં સુરત માત્ર ચેન સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ કરવા આવતા હતા. તેઓ સુરત આવી સુરતમાં અલગ અલગ વિસ્તારમાંથી પેહલા તો મોટર સાયકલની ચોરી કરતા અને તે જ ચોરી કરેલી મોટર સાયકલ પર ચેન સ્નેચિંગને અંજામ આપતા હતા. બંને આરોપી સુરતમાં 6 જેટલા ચેન સ્નેચિંગને અંજામ આપી ચૂકયા છે.
જેમાં ડીંડોલીમાં ત્રણ ગુના, વરાછામાં એક, ખટોદરામાં એક અને ઉમરા વિસ્તારમાં એક સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યાનું કબુલ્યું છે. જ્યારે આ બંનેઆરોપી પાસે થી પોલીસએ સ્નેચિંગ કરવા માટે ચોરી કરેલા ચાર મોપેડ પણ કબ્જે કર્યા છે સાથે જ આ આરોપીઓ પહેલા દિલ્હીના રેહવાસી હોઈ તો તેઓ દિલ્હીમાં સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હતા. પણ દિલ્હીમાં તેઓ સ્નેચિંગના ગુનામાં પકડાયા બાદ આરોપીઓ પર દિલ્હી પોલીસની ખાસ વોચ રહેતી હતી. જેને લીધે બંને આરોપીઓ દિલ્હીથી દુર સુરતમાં આવી સ્નેચિંગ કરવાનો રસ્તો અપનાવ્યો હતો. પકડાયેલા આરોપીઓએ દિલ્હીમાં પણ આ જ રીતે 15 જેટલા ગુના ને અંજામ આપ્યા હોવાનું બહાર આવ્યુ છે.
ત્યારે હાલમાં તો આ બંને રીઢા ગુનેગારની ડીંડોલી પોલીસ એ ધરપકડ કરી રાહત નો શ્વાસ લીધો છે અને બંને આરોપી ને કોર્ટમાં રજૂ કરી હજી સુરતમાં કેટલાં અને ક્યાં ક્યાં ગુના ને અંજામ આપવામાં આવ્યા છે. તે દિશા માં પણ પોલીસ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.