ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક ઘરમાં બાપ અને તેના બે બાળકોની લાશ ફાંસીના ફંદામાં લટકતી નજર આવતા શહેરમાં હડકંપ મચી ગયો. પત્ની સાથે ચાલતા વિવાદના કારણે પતિએ પહેલા પોતાના માસુમ દીકરા અને દીકરીની હત્યા કરી અને પછી પોતે પણ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
એક સાથે ત્રણ લોકોના મૃત્યુથી શહેરમાં ભયનો માહોલ છે.કોઈને પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે એક બાપ પોતાના જ બાળકોને મારી પોતે પણ આત્મહત્યા કરી શકે છે.
મૃતકના પિતા જગરૂપસિંહનું કહેવું છે કે,”તેના દીકરાએ દારૂના નશામાં પોતાના બાળકોની હત્યા કરી પોતે પણ જીવ આપી દીધો છે. તેને બે બાળકો હતા. મોટો દીકરો પ્રિયાંશુ અને પાંચ વર્ષની દીકરી પ્રાણસી હતી. અમરસિંહનો પોતાની પત્ની સાથે ઝઘડો ચાલી રહ્યો હતો જેના લીધે પત્ની ઘણા દિવસોથી પિયરમાં હતી.”
પોલીસ કરી રહી છે ઘટનાની તપાસ
દારૂના નશામાં 35 વર્ષના અમરસિંહ પહેલા પોતાના માસુમ દીકરા અને દીકરી ને ફાંસી લગાવી હત્યા કરી નાખી અને પછી પોતે પણ ફાંસી લગાવી ફંદામાં જુલી આત્મહત્યા કરી લીધી.મંગળવારની સવારે 8 વાગ્યે જ્યારે તેના ઘરમાં કોઈ હલચલ ન થાય તો પરિવારજનોએ તેના ઘરની અંદર જઈને જોયું તો અંદર હૈયું હચમચાવી દેનાર નજારો જોઈ આંખો પહોળી જ રહી ગઈ. જેમાં બંને બાળકોની લાશ ફાંસીના ફંદામાં લટકેલી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ત્રણેય લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દઇ ઘટનાની તપાસ શરૂ કરી છે.
હમીરપુર એસ.પી શ્લોક કુમારે જણાવ્યું કે અમરસિંહ પોતાના માસુમ દીકરા અને દીકરીની બેરહેમીથી હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી પોતાનો આખો પરિવાર ખતમ કરી નાખ્યો છે.જણાવવામાં આવી રહ્યું છે કે તેનો પત્ની સાથે પારિવારિક વિવાદ હતો જેના કારણે આ ઘટના થઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.