શાળાની પરીક્ષા પતાવી ચેકડેમમાં નાહવા પહેલા બે બાળકો હાર્યા જિંદગીની પરીક્ષા, ધ્રુસકે-ધ્રુસકે રડ્યા બે પરિવાર

ગુજરાત રાજ્યમાં આવેલા છોટા ઉદેપુર માંથી એક ખુબજ દુઃખત ઘટના સામે અવી છે. છોટા ઉદેપુરમાં આવેલી ડોન બોસ્કો શાળા માંથી ત્રણ વિદ્યાર્થીઓ પરિક્ષા આપી ઘરે…

ગુજરાત રાજ્યમાં આવેલા છોટા ઉદેપુર માંથી એક ખુબજ દુઃખત ઘટના સામે અવી છે. છોટા ઉદેપુરમાં આવેલી ડોન બોસ્કો શાળા માંથી ત્રણ વિદ્યાર્થીઓ પરિક્ષા આપી ઘરે જવા માટે નીકળ્યાં હતા. ત્યારે રસ્તામાં ત્રણેય મિત્રો ઓરસંગ નદીના ચેકડેમ પાસે પહોંચયા ત્યારે નાહવાની ઈચ્છા થઈ ગઈ હતી. તે બાદ ત્રણેય વિદ્યાર્થીઓ નદીમાં નાહવા માટે પડ્યા હતા.

તેમાંથી બે વિદ્યાર્થીઓ ધીરે ધીરે કરી એકદમ ઊંડા પાણીમાં આગળ નાહવા માટે જતા હતા અને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે ઊંડા પાણીમાં નાહવા પહોંચેલા બે બાળકોને ડૂબતા જોઇને ત્રીજા મિત્રએ બચાવો…બચાવો બૂમાબૂમ કરી હતી, બૂમ સાંભળતા બાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને લોકો બાળકોને બચાવે તે પહેલા જ મોત નીજ્યા હતા,જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે.

છોટા ઉદેપુર ઓરસંગ નદી પર બનાવવામાં આવેલા ચેકડેમમાં આવતી કાલે બપોરે ડોન બોસ્કો સ્કૂલમાંથી પરીક્ષા આપીને ઘરે જતાં ત્રણ બાળકો નાહવા માટે ગયા હતા. તેમાંથી બે બાળકો ઊંડા પાણીમાં ગયા હતા, ત્યારે ત્રીજો બાળક છીછરા પાણીમાં જ નાહતો હતો. ઊંડા પાણીમાં નાહવા માટે ગયેલા બે બાળકો ડૂબવા લાગતાં ત્રીજા મિત્રએ બચાવો… બચાવોની બૂમાબૂમ કરી હતી આ બૂમ સાંભળતા સામાં કિનારે ઉભેલા એક વ્યક્તિ બને બાળકોને બચવા માટે દોડ્યો હતો પણ પરંતુ એ વ્યક્તિ ત્યાં પહોંચે ત્યાં સુધીમાં બાળકોનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારબાદ પાણીમાં ડૂબી ગયેલા બે બાળકોને બહાર કાઢવા માટે તરવૈયાઓને બોલવામાં આવ્યા હતા અને ચેકડેમના ઊંડા પાણીમાંથી તરવૈયાઓ દ્વારા બાળકોની લાશને બહાર કાઢવામાં આવી હતી. બન્ને બાળકોની લાશને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. 

ચેકડેમમાં નાહવા પડેલા બાળકોમાંથી એક બાળક ધાર્મિક સાથે વાત કરતા ધાર્મિકે જણાવ્યું કે, સ્કૂલેથી ઘરે ફરતાં મારા મિત્રોએ કહ્યું કે ચાલો નાહવા જઈએ. મેં નાહવા જવાની ના પાડી ગતી ત્યારે તેને કહ્યું કે, સારું તું બહાર ઉભો રહેજે, ત્યારબાદ થોડીવાર પછી હું પણ થોડો અંદર ગયો હતો. ત્યારબાદમાં પાણીમાં ડૂબવા લાગતાં બૂમો પાડી તો બાજુ માંથી એક ભાઈ બચાવવા માટે આવ્યા હતા અને મને બહાર કાઠ્યો હતો.

ડોન બોસ્કો શાળામાં ખુબજ કડક રીતે નિયમનું પાલન કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ તેમ છતાંય નદીએ નાહવા માટે કેમ પહોંચી ગયા હતા. આ વાતને લઈને વાલીઓએ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ શાળાના કર્મચારી સાથે બાળકો કેવી રીતે નદીએ ગયા તે મુદ્દે રકઝક કરી હતી અને એક તબક્કે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. ત્યારબાદ કેટલાક લોકોએ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *