ઉત્તર પ્રદેશના વારાણસીમાં બે માસીઆઈ બહેનોએ હિંમત ભર્યો ફેસલો લેતા પોતાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. છોકરીઓએ ત્યારબાદ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા ઉપર પણ પોસ્ટ કરી છે જેણે ધાર્મિક નગરી માં દરેકને મૂંઝવણ માં લાવી દીધા છે. વારાણસીમાં કદાચ આ પહેલા સમલિંગી લગ્ન છે.
રોહાનીયા નિવાસી આ છોકરીઓ બુધવારે એક શિવ મંદિરમાં પહોંચી અને પુજારીને તેમના લગ્ન કરાવવા માટે કહ્યું, જેના માટે પૂજારીએ ના પાડી. પરંતુ આ બંને છોકરીઓ મંદિરમાં જ બેસી ગઈ અને પૂજારીના માનવા સુધી બેસી રહી.
જીન્સ ટી શર્ટ પહેરી અને લાલ ચુંદડી ઓઢી બંને છોકરીઓ એ લગ્ન કરી લીધા.
લગ્ન પુરા થયા ત્યાં સુધી મંદિરમાં મોટી ભીડ જામી ગઈ હતી. ઓય અનિશ્ચિત બનાવ બને તે પહેલા જ છોકરીઓ ત્યાંથી ચાલી ગઇ. કેટલાક લોકોએ લગ્ન કરાવવા માટે પૂજારીની કડી નિંદા કરી. પુજારીએ ત્યાર પછી સંવાદદાતાઓને જણાવ્યું કે એક છોકરી કાનપુરની છે અને તે અહીંયા ભણવા માટે પોતાની માસી ની છોકરી સાથે રહેતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.