લગ્નપ્રસંગ દરમિયાન ફાઈવસ્ટાર હોટલમાં બે કરોડની ચોરી કરનાર ઝડપાયો- ભેજાબાજ આ રીતે આપતો હતો ચોરીને અંજામ

સુરત(Surat): રાજસ્થાન(Rajasthan)ના જયપુર(Jaipur)માં આવેલ ક્લાર્કસ આમેર ફાઈવસ્ટાર હોટલ(Fivestar hotel)માં વેપારીના સ્વાંગમા રોકાણ કરી કરોડોની કિમતની ઘરફોડ ચોરીના રીઢા આંતરરાજ્ય ગેગના આરોપીને 2 કરોડની કિંમતના સોનાના ડાયમંડ જડીત ઘરેણાઓ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ઉદયપુર અને જયપુર પોલીસ સ્ટેશનના બે ગુન્હાને પકડવામાં અંતે પોલીસને સફળતા મળી છે.

ફાઈવ સ્ટાર હોટેલોમાં આયોજિત લગ્ન પ્રસંગ અને ફેશન શોમાં ઘૂસીને ભીડભાડનો લાભ ઉઠાવી ચોરી કરતા હોવાની માહિતી સામે આવી છે. ડીસીબીએ જણાવતા કહ્યું હતું કે, ક્રાઈમ બ્રાંચની ટીમના જવાન આ દરમિયાન પેટ્રોલિંગમાં હતા. બાતમીના આધારે દિલ્હી ગેટ પાસેથી શકમંદ આરોપી જયેશ રવજીભાઇ સેજપાલ (લહાણા) (રહે બીર પદમાવતી એપાર્ટમેન્ટ મક્તાનંદ રોડ વાપી વેસ્ટ જી. વલસાડ મળગામ-જોડીયા જામનગર) ને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી 2 કરોડ રૂપીયાના સોનાના ડાયમંડ જડીત ઘરેણાઓ મળી આવ્યા હતાં.

પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ઘરેણાં રાજસ્થાનની ક્લાર્કસ આમેર ફાઈવસ્ટાર હોટલમાં વેપારીના સ્વાંગમા રોકાણ કરી ચોરી કર્યા હોવાની કબૂલાત કરતા રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી આરોપીને જયપુર પોલીસને સોપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચએ જયપુર પોલીસની જાણકારીના આધારે આરોપીની ધરપકડ કરવામાં સફળ રહી હતી. ફાઇવસ્ટાર હોટલોમા વેપારી તરીકે રોકાઇ લગ્ન પ્રસંગ તથા પાર્ટી ફેશનમાં આવેલ લોકોની ભીડભાડમા ઉભો રહી અને લગ્નમાં આવતા જતા મહેમાનો સાથે ભળી જઇ તેમની વાતચીત પરથી મહેમાનોના નામ અને રુમ નંબર અંગેની જાણકારી મેળવી લીધી.

રીસેપ્શન કાઉન્ટર પરથી પોતે રૂમ બુક કરનાર બોલતો હોય તેવું કહીને રુમ નંબરની ચાવી માંગી તે રુમમા જઇ રૂમમાંથી લોકર ખોલવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ જો લોકર ન ખુલે તો રૂમમાંથી રીસેપ્શન કાઉન્ટર પર ફોન કરી લોકરનો પીન નંબર ભુલી ગયો છુ. તેમ કહી હોટલ સ્ટાફને બોલાવી લોકર ખોલાવતો અને લોકર ખોલી ચોરી કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *