પોલીસના મિસમેનેજમેન્ટને કારણે વરાછામાં દોઢ કિમી જેટલા ટ્રાફિકને કારણે 2 કલાક સુધી લોકો અટવાયા

સુરત(Surat): શહેરમાં બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. સુરત શહેરના લોકોને આ ટ્રાફિક(Traffic jam)નો સામનો કરવો પડ્યો હતો. એક બાજુ વરસાદ અને બીજી બાજુ ટ્રાફિકને કારણે શહેરના અનેક વિસ્તારમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જેને કારણે કેટલાય સુરતીઓ અટવાયા હતા.

જોવામાં આવે તો શહેરના વરાછા(Varachha) ગરનાળાથી વૈશાલી ચાર રસ્તા સુધી અને ફ્લાયઓવર બ્રિજ કામરેજથી સ્ટેશન તરફ આવતા બરોડા પ્રિસ્ટેજથી ખાંડ બજાર સુધી 1 કિલોમીટર સુધીનો રસ્તો અને નીચે જોવામાં આવે તો હીરાબાગ સર્કલ વલ્લભાચાર્ય રોડથી કાપોદ્રા ચાર રસ્તા સુધી પણ એકથી દોઢ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. કાપોદ્રા ચાર રસ્તાથી તાપીના બ્રિજ પર ઉત્તરાણ વીઆઈપી સર્કલ પાસે તો બીજી બાજુ કાપોદ્રાથી નાના વરાછા સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ પ્રકારના ટ્રાફિક જામને કારણે સુરતીઓ અકળાયા હતા.

નાના વરાછાથી સીમાડા નાકા સુધી અને સીમાડા નાકાથી સવજી કોરાટ બ્રિજથી મોટા વરાછા લજામણી ચોક વિસ્તારમાં બુધવાર અને ગુરુવારના રોજ સાંજે ખુબ જ મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. પીકઅર્વસમાં જ સાંજે 6:30થી 8:30 સુધી મેઇન રોડ બધા જ જામ હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સાંજે પીકઅવર્સમાં જ પોલીસનું ટ્રાફિક મેનેજમેન્ટ ન હોવાને કારણે વારંવાર આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. લોકોએ કહ્યું, પીકઅવર્સમાં જ ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો ગાયબ થઇ જતા અંતે લોકોને હેરાન થવાનો વખત આવે છે.

સુરતીઓ ૨ કલાક સુધી લાંબા ટ્રાફિકમાં ફસાણા હતા અને અકળાઈ ગયા હતા. પોલીસના આ પ્રકારના મિસમેનેજમેન્ટને કારણે લોકોને હેરાન થવાનો વખત આવ્યો હતો. એક બાજુ ઠંડી, વરસાદ અને બીજી બાજુ લાંબા ટ્રાફિક જામે અનેક લોકોને મુશ્કેલીમાં ધકેલી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *