ભારત તરફ એકસાથે આવી રહ્યા છે 2 તોફાની વાવાઝોડા: Cyclone Tej આજે ધારણ કરશે ભયંકરરૂપ- જાણો ગુજરાતને કેટલું નુકશાન

Cyclone Tej Latest News: અરબી સમુદ્રમાં વધી રહેલા ચક્રવાતી તોફાન તેજના કારણે દરિયાઈ વિસ્તારોમાં રહેતા લોકોનું ટેન્શન ઘણું વધી ગયું છે.તે દરમિયાન હવામાન વિભાગે રાહતના…

Cyclone Tej Latest News: અરબી સમુદ્રમાં વધી રહેલા ચક્રવાતી તોફાન તેજના કારણે દરિયાઈ વિસ્તારોમાં રહેતા લોકોનું ટેન્શન ઘણું વધી ગયું છે.તે દરમિયાન હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ ચક્રવાત તેજની ગુજરાત પર કોઈ અસર થઈ શકશે નહિ. હવામાન વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે, દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે અને 21 ઓક્ટોબરની સવાર સુધીમાં તે ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી શક્યતા લાગી રહી છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ માટે અપનાવવામાં આવી રહેલી ફોર્મ્યુલા અનુસાર તેને તેજ(Cyclone Tej Latest News) કહેવામાં આવ્યું છે.

તેજ ની અસર કેટલી થશે?
અરબી સમુદ્રમાં આવેલા મજબૂત વાવાઝોડું તેજ ની ભારતના કોઈપણ રાજ્ય પર વધુ અસર થશે નહિ. ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. આ તરફ ઓડિશા અને બંગાળમાં પણ વિક્ષેપના કારણે હવામાન પણ ખરાબ રહી શકે છે.

ઓમાન અને યમનને અસર થશે
IMD એ ટ્વિટર પર કહ્યું છે કે, રવિવારે તેજ વાવાઝોડું ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે અને ઓમાન અને પડોશી દેશ યમનના દક્ષિણી કિનારા તરફ આગળ વધી શકે છે. જોકે ક્યારેક ચક્રવાત પોતાનો રસ્તો બદલી પણ નાખે છે.

બંગાળની ખાડીમાં પણ દબાણ ક્ષેત્ર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર પણ દબાણ ક્ષેત્ર બની શકે છે. તે ઓડિશામાં પારાદીપથી 610 કિમી દક્ષિણે, પશ્ચિમ બંગાળમાં દિઘાથી 760 કિમી દક્ષિણમાં અને બાંગ્લાદેશના ખેપુપારાથી 980 કિમી દૂર બનાવવામાં આવી રહ્યું છે. અહીં આવનાર 24 કલાક દરમિયાન તે ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા લાગી રહી છે.

આ વર્ષે બિપરજોયે સર્જી હતી પાયમાલી
અત્ર ઉલેખીનય છે કે, જૂન મહિનામાં અરબી સમુદ્રમાંથી ઉદભવેલા બિપરજોય વાવાઝોડાએ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. અગાઉ તે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ પાછળથી તે દિશા બદલીને કચ્છના દરિયાકાંઠે સાથે અથડાયું.

આ વર્ષનું બીજું ચક્રવાત
આ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું ચક્રવાતી તોફાન બની ગયું છે. IMD મુજબ ચક્રવાતી તોફાન રવિવારે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની અને ઓમાન અને નજીકના યમનના દક્ષિણ કિનારા તરફ આગળ વધવાની આગાહી છે. હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ વેધરએ કહ્યું કે, મોટાભાગના મોડલ સૂચવે છે કે, વાવાઝોડું યમન-ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *