સુરતમાં સૂર્યપુત્રી તાપી મૈયાની ગંગા આરતીની જેમ જ થઈ ભવ્ય આરતી- જુઓ ભક્તિમય માહોલના નયનરમ્ય દ્રશ્ય

Mahaarti in Tapi River in Surat: હરિદ્વારમાં આવેલી ગંગા નદીની મહાઆરતી સમગ્ર દેશભરમાં પ્રખ્યાત છે અને લોકો ગંગા આરતીના દર્શન કરવા દેશ અને વિદેશમાંથી આવતા…

Mahaarti in Tapi River in Surat: હરિદ્વારમાં આવેલી ગંગા નદીની મહાઆરતી સમગ્ર દેશભરમાં પ્રખ્યાત છે અને લોકો ગંગા આરતીના દર્શન કરવા દેશ અને વિદેશમાંથી આવતા હોય છે. ત્યારે જે રીતે ગંગા આરતી થાય છે તે જ રીતે હવે સુરતમાં માં તાપી મૈયાની આરતી(Mahaarti in Tapi River in Surat) રોજ આરતી કરવામાં આવશે. સુરતમાં આવેલી તાપી મૈયાની ગંગા આરતીની જેમ જ આરતી શરુ કરવામાં આવી છે.

તેમજ લોકોએ માં તાપી નદીને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.સુરતમાં આવેલા જહાંગીરપુરા સ્થિત રામમઢી ઓવરા ખાતે આજે માં તાપી નદીની ગંગા આરતીની જેમ જ મહાઆરતી કરવામાં આવી હતી. હવેથી રોજ માં તાપી નદીની આરતી કરવામાં આવશે.

સુરતની જીવાદોરી કહેવાતી સૂર્યપુત્રી તાપી નદી દેશની એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મદિવસ પણ ઉજવામાં આવે છે. મળતી માહિતી અનુસાર માં તાપી નદીના સ્મરણ માત્રથી લોકોના દુઃખો નષ્ટ થાય છે. તાપી નદીના જન્મદિવસ નિમિતે વીશાળ ચુંદડી પણ માં તાપી નદીને અર્પણ કરવામાં આવી હતી. પવિત્ર તાપી નદીની હવે ગંગા આરતીની જેમ જ રોજ આરતી કરવામાં આવશે.

શનિવારે થયેલી મહાઆરતીમાં મંત્રી દર્શના બેન જરદોષ સહિતના નેતાઓ અને સ્થાનિક કોર્પોરેટ સહિત મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. હાજર સૌ કોઈ માં તાપી નદીની આ મહા આરતીમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.

નવરાત્રિના સાતમના દિવસે જહાંગીરપુરા ખાતે આવેલા રામમઢી ઓવારાના લાલઘાટ ઉપર ભવ્ય તાપી માતાની આરતી કરવામાં આવી હતી અને આ આરતીના દર્શન દર અઠવાડિયે શનિવાર તેમજ રવિવારના રોજ શહેરના લોકો અને બહારથી આવતા લોકોને જોવા મળશે. કહેવાય છે કે ગંગાનું સ્નાન, યમુના પાન, નર્મદાના દર્શન અને તાપીનું સ્મરણ આ શ્લોક આજે તાપી નદી મહાઆરતીથી સાર્થક કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *