અવારનવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં આવેલ બામણબોર બાઉન્ડરી પાસે બંસલ પેટ્રોલ પંપ પર મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ બંધ પડેલા ડમ્પરની પાછળ આઇસર ધડાકાભેર અથડાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર તથા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું.
જ્યારે આઈસરમાં સવાર અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાાં આવ્યા હતા. અમદાવાદમાં રહેતો મજૂર પરિવાર અમદાવાદથી સામાન ભરીને પોતાના વતન જુજારપુરમાં નવા બનાવવામાં આવેલ મકાનમાં રહેવા માટે આવી રહ્યો હતો ત્યારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો.
મકરસંક્રાંતિ કરવા પરિવાર અમદાવાદ ગયો હતો :
મળી રહેલ જાણકારી પ્રમાણે, અમદાવાદનાં નરોડા વિસ્તારમાં રહેતા તેમજ મિલમાં નોકરી કરતા કાનજીભાઇ રૂડાભાઇ સેવરાએ લોકડાઉનમાં નોકરી ગુમાવતાં તેઓ 6 મહિના અગાઉ અમદાવાદથી મૂળ વતન ચોરવાડમાં આવેલ જુજારપુર આવી ગયા હતા.
વારસામાં મળેલી જમીન પર નવું મકાન બનાવવાની શરૂઆત કરી હતી. તેમનાં પત્ની, પુત્ર, પુત્રી અમદાવાદમાં જ રોકાયાં હતાં. 22 વર્ષીય વિશાલ નોકરી કરતો હોવાંથી 45 વર્ષીય માતા લીલીબેન સેવરા અમદાવાદમાં રોકાયાં હતાં. M.com.નો અભ્યાસ કરતી બહેન 20 વર્ષીય દીક્ષિતા તથા વિશાલના કાકાની દીકરી 16 વર્ષીય સાવની ભૂપતભાઇ સેવરા મકરસંક્રાંતિ ઊજવવા માટે અમદાવાદ ગયાં હતાં.
સામાન ભરીને અમદાવાદથી પોતાના વતન પરત આવતા હતા :
વતન જુજારપુરમાં નવું મકાન બનીને તૈયાર થઇ ગયું હોવાંથી વિશાલના પિતા કાનજીભાઇ પહેલાંથી જ અહીં હતા. વિશાલ, તેનાં માતા, બહેન તથા પિત્રાઇ બહેન ગઇકાલે રાત્રે આઇસરમાં સામાન ભરાવીને અમદાવાદથી ચોરવાડ આવવા માટે રવાના થયાં હતાં.
આઇસર માળિયા હાટીનાના ભંડુરી ગામના 43 વર્ષીય સામતભાઇ કરસનભાઇ ગરચર ચલાવી રહ્યાં હતા. અમદાવાદથી સામાન ચડાવવા-ઉતારવા માટે એક મજૂર પણ આઇસરમાં બેઠા ત્યારે બામણબોર નજીક રાત્રે 3 વાગ્યે એક ડમ્પર બંધ ઊભું હતું, તે ડ્રાઇવરને ન દેખાતાં તેની પાછળ આઇસર ધડાકાભેર અથડાઈ જતાં એના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી :
વિશાલ માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ પુત્ર હતો. ઘટનાની જાણ થતાંની સાથે જ કાનજીભાઇ સેવરા વતન જુજારપુરથી રાજકોટ દોડી આવ્યા હતાં. દીકરાના મોતથી પરિવારજનો આઘાતમાં ગરકાવ થઇ ગયાં હતાં. ઘટનાની જાણ થતાંની સાથે જ કુવાડવા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle