નાહવા પહેલા બંને યુવાનો કાયમ માટે તળાવમાં સમાયા, ધ્રુસકે-ધ્રુસકે રડ્યું આખું ગામ

હિંમતનગર(ગુજરાત): અવરનવાર પાણીમાં ડૂબવાના બનાવો સામે આવતા હોય છે. તે દરમિયાન રમત રમતમાં અનેક યુવકો અથવા બાળકો ડૂબી જવાથી પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તે દરમિયાન રવિવારે બપોરે હિંમતનગર(Himmatnagar)ને અડીને આવેલ કાટવાડના તળાવમાં અંદાજે 17-18 વર્ષના બે મિત્રો(Two friends)તળાવમાં નાહવા પડતાં હતા. ત્યારે કોઈ કરણસર ઊંડા પાણીમાં ડૂબી જતાં બંનેના મોત નીપજ્યા(Both died after drowning) હતા. આ ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છવાય ગયો હતો. હિંમતનગર ફાયર બ્રિગેડ(Himmatnagar Fire Brigade) દ્રારા બંનેના મૃતદેહ(Corpses)ને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, પાછોતરા વરસાદને કારણે કાટવાડના કુંભારીયા તળાવમાં નવા નીર આવ્યા છે. તેથી રવિવારે બપોરે બે વાગ્યાની આસપાસ રુદ્રપ્રતાપસિંહ રાજુસિંહ ઝાલા અને સમીરહુસેન નાસીરહુસેન ફકીર બંને મિત્રો એકસાથે તળાવમાં નાહવા માટે ગયા હતા. ત્યારબાદ બંને વ્યક્તિ તળાવમાં નાહવા પડ્યા હતા. અને પાણીમાં ગરકાવ જતા બંને યુવક પાણીમાં ડૂબી રહ્યા હતા.

તે દરમિયાન તળાવની બહાર ઉભેલા મિત્રો હેબતાઈ ગયા હતા અને ઘડીભર અવાચક થઈ ગયા પછી બૂમાબૂમ કરી ગામમાં આ અંગે જાણ કરી હતી. ગામના બે દીકરા ડૂબી જતાં લોકો દોડી આવ્યા હતા અને હિંમતનગર ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ અડધો એક કલાક પાણીમાં શોધખોળ કરી બંનેની લાશ બહાર કાઢી હતી.

પોલીસે બંને લાશને પીએમ માટે મોકલીને વધુ કાર્યવાહી શરુ કરી હતી. કાટવાડ ગામના અગ્રણી ઈમરાનભાઈ દાવડાના જણાવ્યા અનુસાર, બંનેના પિતા રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્રતાપસિંહને બે બહેનો છે અને સમીર હુસેનને એક નાનો ભાઈ છે. મુર્ત્યું પામેલ મિત્રોના નામ રુદ્રપ્રતાપસિંહ રાજુસિંહ ઝાલા અને
સમીરહુસેન નાસીરહુસેન ફકીર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *