Surat News: સુરતમાં હત્યાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગઈકાલે જ સુરતમાં હત્યાની બે ઘટના બની હતી, ત્યાં આજે વધુ એક હત્યાની (Surat Murder News) ઘટના સામે આવી છે. ગતરોજ એક પિતાએ પોતાની જ દીકરીને છરીના 17 ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હતી. હજુ તો આ ઘટનાની સાહી સુકાઈ નથી ત્યાં, સુરતના સચિન વિસ્તારમાં રાત્રે 11:30 એ બે મિત્રોએ પોતાના જ જીગરજાન મિત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.
ઘટનાના દિવસે, રાતના 11:30 વાગ્યે બે મિત્રો યુવકને ચા પીવાનું કહીને દારૂના અડ્ડે લઈ ગયા હતા. ત્યારબાદ અચાનક જ છરી લઈને આ યુવક પર બંને મિત્રો તૂટી પડ્યા હતા, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની વિગતે વાત કરીએ તો, સુરતના સચિન વિસ્તારમાં 21 વર્ષીય અક્રમ હાસમી મિત્રો સાથે બેઠો હતો. તે દરમિયાન બે મિત્રોએ ચા પીવા જવાનું કહી તેને બાઈક પર બેસાડી દારૂના અડ્ડે લઈ ગયા હતા, બાદમાં તેની હત્યા કરી દીધી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સ્થળે હાજર મૃતકના મિત્રએ પોલીસને જણાવ્યું કે, દારૂના અડ્ડા પર નાની મીટીંગ બાદ યુવકની હત્યા કરાય હતી.
મૃતક છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં રહેતો હતો
જાણવા મળ્યું છે કે, મૃતક અક્રમ સુરતના સચિન વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી રહેતો હતો. મૃતકનો પરિવાર લખનઉમાં રહે છે, જ્યારે મૃતક અક્રમ મિત્રો સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો. અક્રમ પરિવારને મદદરૂપ થવા સુરતમાં સોફા બનાવવાનું કામ કરતો હતો.
ચા પીવા જવાનું કહી બે મિત્રો લઈ ગયા
મૃતક ના મિત્ર આ આલોક રામે જણાવતા કહ્યું કે, આશરે રાતના 11:30 વાગ્યે અકરમ પાંચ મિત્રો સાથે બેઠો હતો. ત્યારે અન્ય બે મિત્રો જીતેન્દ્ર અને રાજુ બાઈક ઉપર આવ્યા અને ચા પીવા જવાનું કહી બાઈક પર સાથે લઈ ગયા. બંને મિત્રો અને અક્રમ નજીકમાં આવેલા દારૂના અડ્ડા પર ગયા હતા, જ્યાં અક્રમ અને તેના બંને મિત્રો વચ્ચે થોડી વાતચીત થઈ હતી.
વાતચીત બાદ હત્યા
તેણે વધુમાં કહ્યું કે, થોડી વાતચીત બાદ બહાર આવેલા તમામ લોકોએ મને દૂર જવા કહ્યું અને ત્યારબાદ જીતેન્દ્ર અને રાજુએ છરી કાઢી અક્રમને જીકવા લાગ્યા. આ ઘટનામાં પેટના ભાગેથી માસના લોચા પણ બહાર નીકળી ગયા હતા. હું તેને બચાવવા ગયો હતો, મારા પણ હુમલો કર્યો અને ત્યારબાદ બધા ભાગી ગયા.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આક્રમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા જ સચિન પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને આરોપી જીતેન્દ્ર અને રાજુ વિરુદ્ધ હત્યાનો આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.