સુરતમાં નિર્માણાધીન બિલ્ડીંગની ભેખડ ધસી પડતા દટાયા મજૂરો- જુઓ લાઈવ રેસ્ક્યુ એક્શનના દ્રશ્યો

બાંધકામ સમયે દીવાલ ઘસી પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને લીધે કેટલાંક લોકોના દટાઈ જવાથી દર્દનાક મોત પણ થતાં હોય છે ત્યારે આવી જ…

બાંધકામ સમયે દીવાલ ઘસી પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને લીધે કેટલાંક લોકોના દટાઈ જવાથી દર્દનાક મોત પણ થતાં હોય છે ત્યારે આવી જ અન્ય એક ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. થોડા છેલ્લા દિવસથી શહેરમાંથી અનેકવિધ હત્યાની ઘટનાઓ પણ સામે આવી હતી.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ અબ્રામા પાસે કેદાર હાઈટ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ દરમિયાન માટી ધસી પડતાં 8 જેટલા શ્રમિકો દબાઈ ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ વખતે સિમેન્ટનો સ્લેબ તૂટી પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાઈ ગયાં હતાં.

અહીં 8 લોકો દટાઈ ગયાં હોવાને લીધે ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી રહી છે. એકસાથે 4 ફાયર સ્ટેશનની 10 થી પણ વધારે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે તેમજ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. દુર્ઘટનાની જાણ થતાંની સાથે જ લોકોનાં ટોળેટોળા પહોંચી ગયાં હતાં.

આની સાથે બીજી બાજુ કતારગામ,કોસાડ,મોટા વરાછા, કાપોદ્રા ફાયરના અધિકારીઓ તેમજ જવાનો ઘટનાસ્થળ પર રેસ્ક્યૂ કામગીરી કરી રહ્યાં છે. લોકોની ભીડ એકત્ર થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આની સાથે જ દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

લોકો દોડી આવતા પોલીસ બોલાવવામાં આવી :
વિપુલ કંથારીયા (ફાયરને જાણ કરનાર) જણાવે છે કે, 2-4 મજૂરો દોડીને ચેક પોસ્ટ પર આવ્યા હતાં તેમજ માટી ધસી પડી એના ઉપર સિમેન્ટનો સ્લેબ તૂટી પડતા 20 ફૂટ ઉડા ખાડામાં મજૂરો દબાયા હોવાની હકીકત જણાવતા ફાયર તેમજ પોલીસને જાણ કરી દેવામાં આવી હતી.

ઘટના સર્જાયા પછી એકસાથે 4 ફાયર સ્ટેશનની 10 થી પણ વધુ ગાડીઓ દબાયેલા મજૂરોને બહાર કાઢવાનાં પ્રયત્નો કરી રહી છે. ઘટનાને જોવા માટે 400-500 લોકોનું ટોળું એકત્ર થઈ જતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *