સામાન્ય રીતે કોઈ પણ છોકરી પોતાનો પ્રેમ અન્ય કોઈ છોકરી સાથે શેર કરવા માંગતી નથી. પરંતુ, આનાથી તદ્દન ઉંધો કિસ્સો મલેશિયા (Malaysia)માંથી સામે આવ્યો છે. આ કિસ્સો ખુબ જ ચોકાવનારો છે. કારણ કે, મલેશિયામાં રહેતી બે બહેનપણીઓ એક જ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે. આ બંને બહેનપણીઓએ ફેસબુક(Facebook) પર આવી પોસ્ટ કરી, જેણે બધાને ચોંકાવી દીધા છે.
બે બહેનપણીઓ એક જ છોકરા સાથે લગ્ન કરવા માંગે છે:
ફેસબુક પર સેન્સેઈ મલેશિયા નામના પેજ પર આ બંને બહેનપણીઓએ જણાવ્યું છે કે, બંને એક જ વ્યક્તિ સાથે લગ્ન કરી એકબીજાની સૌતન બનવા માંગે છે. આ ફેસબુક પેજની પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, બંને બહેનપણીઓ એવા છોકરાની શોધમાં છે જે બંને સાથે લગ્ન કરી શકે. આ સિવાય બંને બહેનપણીઓએ પેજ પર પોતાની પસંદગી પણ શેર કરી છે. તેણે લખ્યું કે તે બંને બેસ્ટ ફ્રેન્ડ છે અને તેમને એકબીજાની સૌતન બનવામાં કોઈ સમસ્યા નથી.
બંને બહેનપણીઓએ ફેસબુક પોસ્ટ પર પોતાના વિશેની દરેક વિગતો પણ શેર કરી છે. ફેસબુક પેજ મુજબ એક યુવતીની ઉંમર 31 વર્ષ છે. તે જ સમયે, બીજી યુવતીની ઉંમર 27 વર્ષ છે. 31 વર્ષની યુવતી એક બાળકની માતા છે, જ્યારે 27 વર્ષીય યુવતી પોતાનો લોન્ડ્રીનો વ્યવસાય ચલાવે છે. ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે બંનેને એવો પતિ જોઈએ છે જે તેઓ બંને જેમ છે તેમ સ્વીકારે. તેણે લખ્યું કે જો કોઈ વ્યક્તિ બે પત્નીઓને સ્વીકારી શકે છે, તો આ સંબંધ તેને સ્વીકાર્ય છે.
આ બંને બહેનપણીઓ ફેસબુક પર પોતાનું નસીબ અજમાવી રહી છે:
આ સિવાય પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે તે ફેસબુક પર પોતાનું નસીબ અજમાવી રહી છે. જો તેમનું નસીબ સારું હોય, તો તેઓ અહીં આવા માણસને શોધી શકે છે. આ પોસ્ટ ફેસબૂક પર શેર થતાં જ તે ખુબ જ વાયરલ થઈ ગઈ છે. પોસ્ટ પર લોકો ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો પોતાના મિત્રોને ટેગ કરીને પણ મજા માણી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.